અમદાવાદ-રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ ટ્રેન શરૂ થશે, 11,300 કરોડના પ્રોજેક્ટને મંજૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Nov 2019 07:44 PM (IST)
અમદાવાદથી રાજકોટ વચ્ચે 160 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી સેમી હાઈસ્પીડ ટ્રેન દોડશે. જેને કેન્દ્ર સરકારનાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે.
અમદાવાદ: અમદાવાદ-રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવામાં આવશે. રાજકોટથી અમદાવાદ વચ્ચેનું અંતર હવે માત્ર બે કલાકમાં જ પૂર્ણ કરી શકાશે. રાજ્ય સરકારે સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના હોમટાઉન રાજકોટમાં એરપોર્ટ, સિક્સલેન હાઈવે બાદ હવે હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. અમદાવાદથી રાજકોટ વચ્ચે 160 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી સેમી હાઈસ્પીડ ટ્રેન દોડશે. જેને કેન્દ્ર સરકારનાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે. અમદાવાદ-રાજકોટ વચ્ચેના હાઈસ્પીડ રેલ પ્રોજેકટનો અંદાજિત ખર્ચ 11,300 કરોડ રૂપિયા છે. સરકારે નેશનલ હાઈવે નંબર 47ની બાજુમાં જ આ ટ્રેન કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેથી જમીન સંપાદનમાં વધારે સમસ્યા ન આવે. સરકાર અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવા ઈચ્છે છે.