અમદાવાદઃ કોરોનાના વધતાં જતા કેસોના કારણે ધાર્મિક ઉત્સવો અને મેળાવડા પર પ્રતિબંધ છે ત્યારે ગુજરાતમાં નવરાત્રિ યોજાવા અંગે અવઢવ છે. આ અવઢવ વચ્ચે રાજ્યના ગરબા આયોજકોએ મુખ્યમંત્રીને મળીને આ વર્ષે ગરબા યોજવા દેવા માંગ કરી હતી પણ કોરોનાની ગંભીર સ્થિતિને કારણે હાલ તો રાજ્ય સરકારે નવરાત્રિમાં ગરબા યોજવાની મંજૂરી આપવા ઈન્કાર કર્યો છે.
અમદાવાદ, વડોદરા,સુરત અને રાજકોટના ગરબા આયોજકોનુ એક પ્રતિનીધીમંડળ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યું હતું. સચિવાલયમાં મુખ્યમંત્રી અને ગરબા આયોજકોની બેઠક યોજાઇ હતી તેમાં રૂપાણીએ હાલમાં મંજૂરીનો ઈન્કાર કર્યો છે.
જો કે વિજય રૂપાણીએ નવરાત્રિનું આયોજન નહીં જ કરાય એવી સ્પષ્ટ ના નથી કહી પણ કોરોનાની સ્થિતીને આધારે નિર્ણય લેવાશે એવું કહ્યું છે. જો કે, સરકારે ખાતરી આપી છે કે, રાજ્યમાં 30 ઓગષ્ટ સુધીમાં કોરોનાના કેસો ઘટે તો સરકાર ગરબા યોજવા અંગે ફેરવિચારણા કરશે. કોરોનાના કેસો ઘટે તો રાજ્ય સરકાર નવરાત્રિના આયોજન માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પ્લાન થાય એ રીતે ગરબા રમાડવા માટે ખાસ ગાઇડલાઇન બહાર પાડી શકે છે.
અલબત્ત હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે એ જોતાં આ વર્ષે નવરાત્રિને કોરોનાનું ગ્રહણ લાગી શકે છે. રાજ્યમાં છેવાડાનાં ગામડાં સુધી કોરોના પહોંચી ચૂક્યો છે. આ કારણે રાજ્ય સરકારે રાજ્યભરમાં શ્રાવણ મહિનાના મેળા પર રોક લગાવી દીધી છે. આ સંજોગોમાં નવરાત્રિ યોજાવાની શક્યતા ઓછી છે.
રૂપાણી સરકાર ગુજરાતમાં કઈ શરતે નવરાત્રિમાં ગરબાની મંજૂરી આપવા તૈયાર ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2020 10:10 AM (IST)
રાજ્યમાં 30 ઓગષ્ટ સુધીમાં કોરોનાના કેસો ઘટે તો સરકાર ગરબા યોજવા અંગે ફેરવિચારણા કરશે. કોરોનાના કેસો ઘટે તો રાજ્ય સરકાર નવરાત્રિના આયોજન માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પ્લાન થાય એ રીતે ગરબા રમાડવા માટે ખાસ ગાઇડલાઇન બહાર પાડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -