અમદાવાદઃ ગુજરાત સરકારે ડ્રાઈવિંગ લાયસંસ અંગે બહુ મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધી એવો નિયમ હતો કે, કાચા ડ્રાઈવિંગ લાઈસન્સની 6 માસની મુદ્દત પૂર્ણ થઈ જાય તો રિન્યૂ કરાવવા માટે અરજદારોએ આરટીઓ કચેરી (RTO)માં રૂબરૂ જવું પડતું હતું. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ સિસ્ટમને ઓનલાઈન કરી દેવામાં આવી છે. આ ફેરફારના કારણે અરજદાર પોતે ઘરેબેઠા કાચું લાઈસન્સ હવે રિન્યૂ કરી શકશે. આ નિર્ણયના કારણે અરજદારોને આરટીઓ કચેરીના ધક્કામાંથી મુક્તિ મળશે.
વાહન વ્યવહાર દ્વારા કરાયેલી વ્યવસ્થા પ્રમાણે parivahan.gov.in નામની વેબસાઈટ પરથી ઓનલાઈન કાચું લાઈસન્સ રિન્યૂ કરી શકશે. અરજદાર ઘરે બેઠા લાઈસંસ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશે.
આ પહેલાં કોઈ અરજદાર પાસે ટૂ-વ્હીલરનું લાઈસન્સ હોય અને તેને ફોર વ્હીલરનું લાઈસન્સ કઢાવવું હોય તો, તેના માટે પણ આરટીઓ કચેરીમાં જઈ કાચું લાઈસન્સ મેળવવું પડતું હતું. હવેથી અન્ય કેટેગરીનું લાઈસન્સ મેળવવા માટે અરજદારે આરટીઓ કચેરીમાં જવું નહીં પડે. તેના માટે અરજદાર ઓનલાઈન જ ફી ભરી શકશે અએને એ રીતે નવી કેટેગરીનો જાતે જ ઉમેરો થઈ જશે.
નવી સિસ્ટમ પ્રમાણે વેરિફિકેશન અને એપ્રૂવલ થયા બાદ અરજદારે નિયત તારીખે માત્ર ડ્રાઈવિંગ ટેસ્ટ માટે જ હાજર રહેવાનું થશે. આ ઉપરાંત ભયજનક માલનાં વહન કરવા માટે એન્ડોર્સમેન્ટ માટે અરજદારે આરટીઓ કચેરીમાં જવું પડતું હતું. હવેથી જે મેન્યુઅલ સ્ટેમ્પિંગ કરાવવું પડતું તેમાંથી મુક્તિ અપાઈ છે.
ગુજરાત સરકારે ડ્રાઈવિંગ લાયસંસ અંગે લીધો બહુ મોટો નિર્ણય, જાણો સામાન્ય લોકોને થશે કેટલી મોટી રાહત ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Dec 2020 03:58 PM (IST)
આ પહેલાં કોઈ અરજદાર પાસે ટૂ-વ્હીલરનું લાઈસન્સ હોય અને તેને ફોર વ્હીલરનું લાઈસન્સ કઢાવવું હોય તો, તેના માટે પણ આરટીઓ કચેરીમાં જઈ કાચું લાઈસન્સ મેળવવું પડતું હતું.
(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
- - - - - - - - - Advertisement - - - - - - - - -