અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પરિણીત યુવતીને નજીકના જ વિસ્તારમાં રહેતો યુવક છેલ્લા 4 મહિનાથી પરેશાન કરતો હોવો અને એક દિવસ પરિણીતા ઘરે એકલી હતી, ત્યારે તેના પર બળાત્કારનો પ્રયાસ કર્યો હોવાનો કોલ મહિલા હેલ્પલાઇન 181 અભયમને મળ્યો હતો. કોલ મળતા મહિલા હેલ્પલાઇનની ટીમે પરિણીતાને યુવક સામે ફરિયાદ કરવાનું કહેતા જ યુવતી ડરી ગઈ હતી. જોકે, મહિલા હેલ્પલાઇનની ટીમે ભરાયા વિના સાચી વાત કરવા કહેતા યુવતીએ યુવક સાથે પ્રેમસંબંધ હોવાનો ખુલાસો કર્યો હતો.
આ અંગે યુવતીએ મહિલા હેલ્પલાઇનની ટીમને જણાવ્યું હતું કે, શહેરના પોશ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પરિણીતાના 8 મહિના પહેલા જ લગ્ન થયા છે અને હાલ તે પતિ સાથે રહે છે. યુવતીએ પોતાનું પ્રેમપ્રકરણ ખૂલ્લું પડી જવાની બીકે યુવક પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.
યુવતીએ જણાવ્યું હતું કે, આ યુવક સાથે તેને છેલ્લા 4 મહિનાથી પ્રેમસંબંધ છે. તેમજ તેઓ અવાર-નવાર મરજીથી મળતા હતા. દરમિયાન તેમને સંબંધી ઘરની બહાર નીકળતા જોઇ ગયા હતા. આથી પતિને ખબર પડી જશે, તો છૂટાછેડા આપી દેશે તેવો ડર લાગતા તેણે સાચી હકિકત છૂપાવી પ્રેમી પર ખોટો આરોપ લગાવ્યો હતો. યુવતીએ આ અંગે કોઈને જાણ ન થાય તે રીતે સમાધાન કરી આપવા મહિલા હેલ્પલાઇનની ટીમને વિનંતી કરી હતી. આ પછી ટીમે યુવક અને પરિવારજનો સાથે વાત કરી હતી. તેમજ બંનેને હવે સંબંધ ન રાખવા તેમજ ફોન-મેસજ ન કરવા સમજાવી સમસ્યાનો સુખદ અંત લાવ્યા હતા.
અમદાવાદઃ 19 વર્ષની યુવતીને પાછળ રહેતા યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પ્રેમી શરીર સુખ માણીને નિકળતો હતો ને .............
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Dec 2020 02:57 PM (IST)
શહેરના પોશ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પરિણીતાના 8 મહિના પહેલા જ લગ્ન થયા છે અને હાલ તે પતિ સાથે રહે છે. યુવતીએ પોતાનું પ્રેમપ્રકરણ ખૂલ્લું પડી જવાની બીકે યુવક પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -