અમદાવાદઃ પતિ પત્નીના વિખવાદોને લઈને હાઇકોર્ટનું મહત્વનું અવલોકન સામે આવ્યું છે. પતિ પત્નીના ઝગડાનો ભોગ બાળકો બને એ વ્યાજબી નહિ. બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમને માતા અને પિતા બન્નેના પ્રેમની જરૂર, તેમ હાઈકોર્ટે અવલોકન કર્યું હતું. મા બાપના પ્રેમનો ફુવારો બાળકોના વિકાસ માટે જરૂરી. હાઇકોર્ટનો ફેમેલી કોર્ટને હુકમ, બાળકની કસ્ટડી માતા જોડે હોય તો પણ પિતાને તેમને મળવા અને વ્હાલ કરવાનું વાતાવરણ મળવું જોઈએ. જો કસ્ટડી પિતા જોડે હોય તો માતાને પણ બાળકને મળવા અને વ્હાલ કરવાનું વાતાવરણ મળવું જોઈએ. આ માટે જરૂરી માળખું અને વાતાવરણ ઉભું થાય એ જરૂરી. કૌટુંબિક વિખવાદના કારણે બાળકને અન્યાય ના થાય એ જોવું પણ જરૂરી.
'બાળકની કસ્ટડી માતા જોડે હોય તો પણ પિતાને તેમને મળવા અને વ્હાલ કરવાનું વાતાવરણ મળવું જોઈએ', હાઈકોર્ટે શું કર્યો આદેશ?
abp asmita
Updated at:
29 Mar 2022 12:41 PM (IST)
પતિ પત્નીના વિખવાદોને લઈને હાઇકોર્ટનું મહત્વનું અવલોકન સામે આવ્યું છે. પતિ પત્નીના ઝગડાનો ભોગ બાળકો બને એ વ્યાજબી નહિ.
ફાઇલ ફોટો.