અમદાવાદઃ સમગ્ર દુનિયા અને દેશના વિવિધ સ્થળો પરથી કોરોનાના પૉઝિટીવ કેસો સામે આવ્યા બાદ હવે તેને ગુજરાતમાં ફેલાતો અટકાવા માટે હાઇકોર્ટ સંજ્ઞાન લીધુ છે. કોરોના ફેલાતો અટકાવવાને હાઇકોર્ટે જાહેર હિતનો મુદ્દો ગણાવીને સુઓ મોટો દાખલ કર્યો છે.

કોરોના વાયરસને લઇને ગુજરાત હાઇકોર્ટે સામેથી સુઓ મોટો અરજી દાખલ કરી છે, અને સરકારને કેટલાક નિર્દેશો આપ્યા છે. કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે હાઇકોર્ટે પરિસરમાં ઝીરો એરર ફ્રી ક્લિનનેસ, સેનિટેશન સહિતના મુદ્દાઓ પર ત્વરિત કામગીરી માટેના નિર્દેશ આપ્યા છે.



રાજ્યભરમાં જાગૃતિ માટે કામગીરી અને પ્રિવેન્ટીવ મેજર્સ લેવા માટે સરકારને પણ નિર્દેશો આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં કોરોનાના 73 કેસો સામે આવ્યા છે. જેમાં કર્ણાટકના એક 76 વર્ષીય વૃદ્ધનુ કોરોનાના કારણે મોત પણ થયુ છે. સમગ્ર દેશમાં સરકાર દ્વારા મોટી મોટી રદ્દ કરવામાં આવી રહી છે.