હવે તમારે મોલ અને મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ આપવો પડશે કે નહીં? ગુજરાત હાઈ કોર્ટે શું આપ્યો મહત્વનો ચુકાદો
abpasmita.in | 10 Jul 2019 12:22 PM (IST)
ગત વર્ષે ઓક્ટોબરમાં મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવા બાબતે સુનાવણી કરતાં ગુજરાત હાઇકોર્ટે મોલ અને મલ્ટિપ્લેક્સને પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાની પરવાનગી આપી કામચલાઉ રાહત આપી હતી.
અમદાવાદઃ પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટીપ્લેક્સ મામલે આજે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે આ અંગે ચુકાદો આપ્યો હતો કે, મોલ અને મલ્ટીપ્લેક્સ હવેથી પાર્કિંગ ચાર્જ લઈ શકશે નહીં અને જો પાર્કિંગ ચાર્જ લેશે તો મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકો સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે. ગત વર્ષે ઓક્ટોબરમાં મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવા બાબતે સુનાવણી કરતાં ગુજરાત હાઇકોર્ટે મોલ અને મલ્ટિપ્લેક્સને પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાની પરવાનગી આપી કામચલાઉ રાહત આપી હતી. હાઈકોર્ટે એવું પણ કહ્યું હતું કે, પ્રથમ કલાક માટે પાર્કિંગને ફ્રી રાખવું પડશે. ત્યાર બાદ જ ચાર્જ વસૂલી શકાશે. એક કલાક બાદ ટુ-વ્હીલર માટે રૂપિયા 20 અને ફોર વ્હીલર માટે રૂપિયા 30 પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે.