અમદાવાદઃ ધંધુકામાં થયેલી માલધારી યુવકની હત્યાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે. ત્યારે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મૃતક કિશન બોડિયાના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારને સાંત્વના આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેમને ન્યાય અપાવીને જ રહીશ. કિશનને ન્યાય અપાવવા રાજ્ય સરકાર સક્રીય છે. હત્યારાઓ પાછળ જેટલી શક્તિ લાગેલી છે, તેમને છોડવામાં નહીં આવે. ગુજરાતમાં આ પ્રકારની ઘટના બીજીવાર ન બને તે પ્રકારનો દાખલો બેસાડવામાં આવશે. અત્યાર સુધીમાં ૫ લોકોની પોલીસે ધરપકડ કરી છે. પુછપરછમા આ વિગત સામે આવી છે. અમદાવાદના એક મૌલવીએ હથીયાર હત્યારાને આપ્યુ હતુ.
તેમણે કહ્યું કે, ગુજરાત પોલીસ દ્વારા ઘટના બનતાની સાથે જ અમદાવાદ પોલીસ દ્વારા ટીમો બનાવવામાં આવી. આ ટીમોએ રાત દિવસ એક કરીને આપણા સૌના કિશનના હત્યારાને પકડી લીધો છે. આ હત્યારા જ નહીં, એની પાછળ જેટલી શક્તિ લાગેલી છે. એ તમામને 24 કલાકમાં પકડી લેવામાં આવ્યા છે. આ કેસમાં અમદાવાદ જિલ્લા પોલીસે ખૂબ જ સારી કામગીરી છે. માત્ર 20 દિવસની દીકરીએ પિતા ગુમાવ્યા છે, તેના માથે હાથ મુકીને વચન આપ્યા છે. અમે ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. આ દીકરીને ન્યાય મળશે. હું વિશ્વાસ અપાઉ છું કે, ગણતરીના મહિનાની અંદર ન્યાય અપાવીશ.
ફાયરિંગ વિથ મર્ડરના તાર હવે મુંબઈ પહોંચ્યા છે. એક મુંબઈ અને એક અમદાવાદના એમ ૨ મૌલાનાની ભુમિકા સામે આવી છે. અમદાવાદના જમાલપુરના મૌલવીની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદના મૌલવીએ મુંબઈના મૌલવીનો સંપર્ક કર્યો હતો અને પછી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. શબ્બીર નામના શખ્સે ફાયરિંગ કર્યું હોવાની વિગતો સામે આવી છે. ગૃહ રાજ્યમંત્રી આજે મૃતક કિશનના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારને સાંત્વના આપી હતી.
કિશન બોડિયા નામના માલધારી યુવકની હત્યા થઈ છે, તેને 20 દિવસની દીકરી છે. જેનું મોઢું પિતા જુએ તે પહેલા જ હત્યા થતાં નોંધારી બની છે. આ દીકરી લગ્ન સુધીની જવાબદારી અંગે પણ વાત કરી હતી. ધંધુકા માલધારી યુવાન હત્યા મામલે રાણપુર શહેરમાં હિન્દૂ સમાજ દ્રારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાણપુર રહ્યું સજ્જડ બંધ. મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો રેલીમાં જોડાયા હતા. શાંતિ પૂર્ણ રેલી યોજાય તેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. અમદાવાદના ધંધુકા ખાતે જાહેરમાં કરી હત્યાની ઘટના અંગે નવસારીમાં ઘેરાક પ્રત્યાઘાત જોવા મળ્યા. નવસારી હિન્દુ સંગઠન દ્વારા રેલી કાઢી ઘટનાને સખત શબ્દોમાં વખોડી. નવસારી જિલ્લાના વિવિધ સંગઠનો દ્વારા નવસારીના માર્ગો પર રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
આ મામલે, પોલીસે અલગ અલગ 7 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. Sog , lcb , લોકલ પોલીસ થઈને કુલ 7 ટીમો તપાસમાં લાગી છે. Dysp રીના રાઠવાના સુપરવિઝનમાં સમગ્ર મામલે તપાસ થશે. ધંધુકામાં થયેલ ફાયરિંગ વિથ મર્ડર ની મામલે, પોલીસે અલગ અલગ 7 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. Sog , lcb , લોકલ પોલીસ થઈને કુલ 7 ટીમો તપાસ માં લાગી છે. Dysp રીના રાઠવાના સુપરવિઝનમાં સમગ્ર મામલે તપાસ થશે.સમગ્ર ધંધુકા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
ધુકામાં કિશન બોડિયા નામના યુવક યુવકની હત્યા કરાઇ હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંધ આપવામાં આવ્યું હતું. સમગ્ર ધંધુકા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ધંધુકામાં થયેલ કિશન બોડિયાની હત્યા મામલે.આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ ધંધુકા પહોચ્યાં હતા અને મૃતકના સમાજના આગેવાનો અને પરિવારજનો સાથે મિટિંગ કરી હતી કતેમણે જણાવ્યું હતું કે, યુવાને એક સમાજ માટે નહિ પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે. હત્યાના પગલે અત્યાર સુધીમાં પોલીસે 10 વધુ શકમંદોની ધરપકડ કરી છે.તમામ શકમંદો ની હાલ પૂછપરછ ચાલી રહી છે.