અમદાવાદઃ  બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  દેશી દારૂમાં 98.71 ટકા ડાયરેક્ટ મિથાઇલ આલ્કોહોલ વપરાયું હોવાનું સામે આવ્યું છે. મૃતકોના પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટમાં મોટો ધડાકો થયો છે.  દેશી દારૂમાં 98.71 ટકા ડાયરેક્ટ મિથાઇલ આલ્કોહોલનો ઉપયોગ થયો હતો. દારૂની બદલે ડાયરેક્ટ ઔદ્યોગિક કેમિકલનો ઉપયોગ થયાનો ખુલાસો થયો છે. ઔદ્યોગિક કેમિકલ અમદાવાદની AMOS કંપનીમાંથી ચોરાયું હોવાનો ખુલાસો થયો છે. કંપનીના વોચમેને મિથાઇલ આલ્કોહોલની ચોરી કર્યાનું સામે આવ્યયું છે. વોચમેન દિનેશ રાજપૂત નામના રીક્ષા ચાલવકે કેમિકલ વેચ્યું હતું. દિનેશ રાજપૂતે જ જયેશને કેમિકલ વેચ્યું હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદના પીપળજમાં તૈયાર થયેલા કેમિકલમાંથી દારૂ બન્યો હતો. 


બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં 11 લોકોના મોત થયા છે. ધંધુકા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 3 લોકોના મોત થયા છે. ભાવનગર, બરવાળાની હોસ્પિટલમાં 11 દર્દીઓના મોત થયા છે. હજુ પણ ભાવનગર સિવિલમાં 30થી વધુ લોકો સારવાર હેઠળ છે. હજુ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 13થી વધુ લોકો સારવાર હેઠળ છે. 


બરવાળા પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ થયો છે. બરવાળા પોલીસ વધુ બે શકમંદોની અટકાયત કરી છે. બે શકમંદોને પોલીસ મથકે પૂછપરછ માટે લવાયા છે.


બોટાદના બરવાળાના નભોઇમાં ઝેરી દારૂ પીવાના  કારણે 20થી વધુ લોકોના મોત થયા છે. મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા જોવાઇ રહી છે.  તો આ મામલે 15થી  વધુ લોકોની ઘરપકડ કરાઇ છે.


બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 15ખી વધુ લોકોની ઘરપકડ કરાઇ છે. ઝેરી દારૂના કારણે બરવાળા અને ધંધુકામાં મોતનો માતમ,. બરવાળાના લઠ્ઠાકાડના કારણે આકરૂ,ઇચડી, અણિયારી, સહિતના આસપાસના ગામમાં મોતનું મામત છવાયું છે. ઝેરી દારૂની અસરથી ચંદરવામાં 2 અને દેવગણામાં 2 લોકોના મોત થયા છે.