અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસ વરસાદ પડ્યા પછી વરસાદે વિરામ લેતાં બફારો વધી ગયો છે. તેના કારણે લોકો પરેશાન છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ પડશે. અલબત્ત આજે એટલે કે બુધવારે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના બનાસકાંઠા સાબરકાંઠા, અરવલ્લી મહીસાગર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ ગરમીથી જ્યાં લોકો સૌથી વધારે ત્રસ્ત છે એ અમદાવાદમાં વરસાદની શક્યતા હમણાં નતી. હવાના વિભાગે કહ્યું છે કે, આગામી 5 દિવસ અમદાવાદમાં વરસાદની શક્યતાઓ નહિવત છે.
ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી, ક્યા જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ ? જાણો મહત્વની વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jun 2020 11:08 AM (IST)
ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ પડશે. અલબત્ત આજે એટલે કે બુધવારે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -