અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને વહેલી સવારે ફુલગુલાબી ઠંડી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના મોટા વિસ્તારમાં બે દિવસ માટે વરસાદ પડશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, બુધવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની આગાહી પણ કરાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 10 અને 11 ડિસેમ્બરે સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આ આગાહીના કારણે ખેડૂતોમા ચિંતા છે. વરસાદના કારણે ઉભા પાકને નુકસાન થશે તેથી ખેડૂતો માટે વરસાદની આગાહી માઠા સમાચાર છે.
ગુજરાતમાં ભર શિયાળે ગુરૂ-શુક્રવારે વરસાદ પડશે, જાણો ક્યા ક્યા વિસ્તારમાં વરસાદની છે આગાહી ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Dec 2020 02:09 PM (IST)
હવામાન વિભાગે આગાહી કરી છે કે, બુધવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની આગાહી પણ કરાઈ છે.
ફાઈલ તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -