અમદાવાદઃ અમદાવાદમાં વિદેશથી આવ્યા બાદ ક્વોરોન્ટાઇન થવાનું બહાનું કાઢી યુવકે પત્નિને બહેનના ઘેર મોકલી દીધી હતી. તેણે પત્નીની જ ફોઈની દીકરી સાથે વર્ચ્યુઅલ પ્રેમાલાપ શરૂ કર્યો હતો અને પછી સંબંધો બાંધ્યા હતા. પત્નિને શંકા જતાં તેણે પતિને પિતરાઈ બહેન સાથે રંગરેલિયાં મનાવતો રંગે હાથ ઝડપી લીધો હતો. એ પછી યુવકે ફોઈજીની દીકરી એવી સાળી સાથે લગ્ન કરવા ડિવોર્સ પેપર પર જબરદસ્તીથી સહીઓ કરવા ત્રાસ ગુજારતાં પત્નિએ યુવક સામે પૂર્વ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, વટવામાં રહેતી 33 વર્ષીય યુવતીનાં લગ્ન 2008માં સાબરમતીમાં રહેતા યુવક સાથે થયાં હતાં. આ લગ્નથી તેમને બે સંતાન થયાં હતાં. લગ્નના થોડા સમય પછી પતિ નોકરી માટે ઓમાન ગયો હતો. ઓકટોબરમાં જ તે વિદેશથી પાછો આવ્યો હતો. તેણે પત્નિને કહ્યું કે, કોરોના ચાલતો હોવાથી તે વિદેશથી પાછો આવ્યો છે અને પોતાને ક્વોરોન્ટાઇન થવા કહ્યું છે. યુવકે પત્નિને તેની બહેનના ઘરે રહેવા મોકલી દીધી હતી. પત્નિ બહેનના ઘરેથી પતિને ફોન કરતાં તે પત્નિ સાથે વાત કરવાનું ટાળતો હતો. યુવતીને પતિ પર શંકા થતા તે ઘરે આવી ગઇ હતી.
યુવતીને ઘરે આવ્યા પછી ખબર પડી કે, પતિને પોતાની ફોઈની દીકરી સાથે સંબંધો છે અને તેની સાથે વિડીયો કોલથી પ્રેમાલાપ અને કામક્રિડા કરે છે. આ અંગે યુવતીએ પતિને પૂછતાં તેણે ઝઘડો કર્યો હતો. યુવતીએ સસરાને જાણ કરતાં તેમણે પુત્રને સમજાવીને સમાધાન કરાવ્યુ હતુ.
આ પછી યુવક ડોકટર પાસે જવાનું બહાનું કરી તેની પત્નિની ફોઈની દીકરી એવી સાળીને મળવા જતો અને રંગરેલિયાં મનાવતો હતો. પત્નિએ એક દિવસ પતિનો પીછો કરતાં તે વાડજ ખાતે તેની ફોઈની દીકરી પાસે ગયો હતો. યુવતીએ જઈને ગરવાજો ખખડાવતાં પતિ સાળી સાથે રંગરેલિયાં મનાવતો રંગે હાથ ઝડપાઈ ગયો હતો. પતિએ એ પછી પત્નિ સાથે ઝગડો કરીને સાળી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરીને ડિવોર્સ માટે અત્યાચાર શરૂ કર્યા હતા. યુવતીએ કંટાળીને પૂર્વ મહિલા પોલીસ મથકે પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદઃ વિદેશથી આવેલા યુવકે પત્નિને બહેનના ઘરે મોકલીને સાળી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, પત્નિને શંકા જતાં કર્યો પીછો ને........
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Dec 2020 11:41 AM (IST)
યુવતીને ઘરે આવ્યા પછી ખબર પડી કે, પતિને પોતાની ફોઈની દીકરી સાથે સંબંધો છે અને તેની સાથે વિડીયો કોલથી પ્રેમાલાપ અને કામક્રિડા કરે છે. આ અંગે યુવતીએ પતિને પૂછતાં તેણે ઝઘડો કર્યો હતો. યુવતીએ સસરાને જાણ કરતાં તેમણે પુત્રને સમજાવીને સમાધાન કરાવ્યુ હતુ.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -