આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને પગલે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ પડવાના દિવસોમાં વધારો કરતાં 9 સપ્ટેમ્બર સુધીની આગાહી કરી છે. આમ, હજુ આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં 7, 8 અને 9 તારીખે પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને સાથે જ તંત્રને એલર્ટ રહેવા પણ જણાવ્યું છે. ગુજરાતમાં આ વખતે સિઝનનો કુલ વરસાદ 100 ટકા કરતાં પણ વધારે પહોંચી ગયો છે.