અમદાવાદઃ 4 માર્ચે અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે જેની આમંત્રણ પત્રિકામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ગાયબ થઈ ગયું છે. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસો પહેલાં વીએસ હોસ્પિટલની લોકાર્પણ પત્રિકામાં પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ગાયબ થતાં વિવાદ સર્જાયો હતો. નીતિન પટેલનું નામ ગાયબ થતાં રાજકીય પક્ષોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.



4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ મેટ્રોના ફેઝ-1નું લોકાર્પણ કરવાના છે. આ આમંત્રણ પત્રિકામાં વડાપ્રધાન, રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્રી મંત્રી હરદિપસિંહ પુરીના નામનો જ અતિથિ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ગાયબ થઈ ગયું છે.



નીતિનભાઈ રાજ્ય સરકારમાં નંબર-2 પ્રધાન છે, આ આમંત્રણ પત્રિકામાં જાપાનના રાજદૂત, અને અમદાવાદના મેયરના નામનો પણ ઉલ્લેખ છે, પરંતુ નાયબ મુખ્ય મંત્રીનું નામ કપાયું છે.