અમદાવાદઃ અમદાવાદમાં મેટ્રોનો પહેલો પ્લાન 2005માં કેન્દ્ર સમક્ષ મુકવામાં આવ્યો હતો. 14 વર્ષ બાદ મેટ્રોનો પ્રથમ 6.5 કિમીનો વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના રૂટનું સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવશે. ત્યારબાદ વસ્ત્રાલ ગામથી નિરાંત ક્રોસ રોડ સુધીના એક જ સ્ટેશનની તેઓ મુસાફરી પણ કરશે.




નાગરિકો માટે 6 માર્ચથી એક ટ્રેન અને બીજી ટ્રેન 11 માર્ચથી દોડાવામાં આવશે. ભાડાંની જાહેરાત ઉદઘાટન બાદ કરાશે. પ્રથમ 8થી 10 દિવસ સુધી લોકો માટે ફ્રી મુસાફરી રાખી હોવાનું મેટ્રો રેલ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.


રવિવારે આઈ.પી. ગૌતમ અને મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ ફાઈનલ ટ્રાયલ રન લીધો હતો. ટ્રેનના એક કોચમાં 280થી 300 લોકો મુસાફરી કરી શકશે. ટ્રેનના દરેક કોચની બંને બાજુએ આપેલી સીટોમાં 50 જેટલાં પેસેન્જર્સ સરળતાથી બેસીને મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા છે.