હીરાભાઈ 2017ની ચૂંટણીમાં હારી ગયા હતા પણ મંત્રી પરષોતમ સોલંકી તેમના ભાઇને હીરા ફરી ધારાસભ્ય બનાવવા મેદાને પડયા છે. શંકર વેગડ સહિત અન્ય કોળી સમાજના દાવેદારો પણ ટિકીટની લાઇનમાં છે ત્યારે ભાજપની મૂંઝવણ વધી છે. ભાજપ તરફથી કિરિટસિંહ રાણાએ પ્રચાર શરૂ કરી દીધો છે પણ કોંગ્રેસ કોને ટિકીટ આપે છે તેના પર ભાજપની નજર છે. કોંગ્રેસ ઉમેદવનાર નક્કી ના કરતાં ભાજપ કોળી કે ક્ષત્રિય કોને ટિકીટ આપવી એ અંગે અવઢવમાં છે. ભાજપના નેતાઓનો દાવો છેકે, એકાદ દિવસમાં આ મામલે આખરી નિર્ણય લઇ લિબડીના ઉમેદવારની જાહેરાત કરી દેવાશે.
રૂપાણી સરકારના મંત્રીએ પોતાના ભાઈ માટે લિંબડી બેઠકની ટિકિટ માંગતાં ભાજપની હાલત કફોડી, જાણો કોણ છે આ મંત્રી ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Oct 2020 11:04 AM (IST)
રૂપાણી સરકારના મંત્રી અને કોળી આગેવાન પરષોત્તમ સોલંકીએ પોતાના ભાઇ હીરાભાઈ સોલંકી માટે લિંબડી બેઠકની ટિકીટ માગતાં ભાજપની હાલત બગડી છે.
NEXT
PREV
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે આઠ પૈકી 7 ઉમેદવારના નામોની જાહેરાત કરી દીધી છે પણ લિંબડી બેઠક પર ઉમેદવારનો મુદ્દો ભાજપ માટે માથાનો દુઃખાવો બન્યો છે. આ બેઠક પર કોળી મતોના કારણે ભાજપને હારનો ડર છે તેથી ભાજપ કોળી ઉમેદવારને ટિકીટ આપવી કે પછી ક્ષત્રિયને એ મુદ્દે અવઢવમાં છે. આ અવઢવ વચ્ચે રૂપાણી સરકારના મંત્રી અને કોળી આગેવાન પરષોત્તમ સોલંકીએ પોતાના ભાઇ હીરાભાઈ સોલંકી માટે લિંબડી બેઠકની ટિકીટ માગતાં ભાજપની હાલત બગડી છે. સોલંકીએ હીરાભાઈ માટે ટિકિટ મેળવવા રાજકીય લોબિંગ શરૂ કર્યુ છે.
હીરાભાઈ 2017ની ચૂંટણીમાં હારી ગયા હતા પણ મંત્રી પરષોતમ સોલંકી તેમના ભાઇને હીરા ફરી ધારાસભ્ય બનાવવા મેદાને પડયા છે. શંકર વેગડ સહિત અન્ય કોળી સમાજના દાવેદારો પણ ટિકીટની લાઇનમાં છે ત્યારે ભાજપની મૂંઝવણ વધી છે. ભાજપ તરફથી કિરિટસિંહ રાણાએ પ્રચાર શરૂ કરી દીધો છે પણ કોંગ્રેસ કોને ટિકીટ આપે છે તેના પર ભાજપની નજર છે. કોંગ્રેસ ઉમેદવનાર નક્કી ના કરતાં ભાજપ કોળી કે ક્ષત્રિય કોને ટિકીટ આપવી એ અંગે અવઢવમાં છે. ભાજપના નેતાઓનો દાવો છેકે, એકાદ દિવસમાં આ મામલે આખરી નિર્ણય લઇ લિબડીના ઉમેદવારની જાહેરાત કરી દેવાશે.
હીરાભાઈ 2017ની ચૂંટણીમાં હારી ગયા હતા પણ મંત્રી પરષોતમ સોલંકી તેમના ભાઇને હીરા ફરી ધારાસભ્ય બનાવવા મેદાને પડયા છે. શંકર વેગડ સહિત અન્ય કોળી સમાજના દાવેદારો પણ ટિકીટની લાઇનમાં છે ત્યારે ભાજપની મૂંઝવણ વધી છે. ભાજપ તરફથી કિરિટસિંહ રાણાએ પ્રચાર શરૂ કરી દીધો છે પણ કોંગ્રેસ કોને ટિકીટ આપે છે તેના પર ભાજપની નજર છે. કોંગ્રેસ ઉમેદવનાર નક્કી ના કરતાં ભાજપ કોળી કે ક્ષત્રિય કોને ટિકીટ આપવી એ અંગે અવઢવમાં છે. ભાજપના નેતાઓનો દાવો છેકે, એકાદ દિવસમાં આ મામલે આખરી નિર્ણય લઇ લિબડીના ઉમેદવારની જાહેરાત કરી દેવાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -