અમદાવાદઃ રાજ્ય પર છેલ્લા ચાર-પાંચ દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે અને સાર્વત્રિક વરસાદ વરસાવી રહ્યા છે. રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 117 ટકા વરસાદ પડી ગયો છે. આ દરમિયાન હવામાન ખાતાએ સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્ર પર સાયક્લોનીક સર્ક્યુલેશન અને લો પ્રેશર સક્રિય થયું છે.




આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે અને આગામી 48 કલાક સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમનાથ,જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.



ભારતીય હવામાન વિભાગના હવામાનશાસ્ત્રી જયંત સરકારે જણાવ્યું હતું કે, એન્ટી સાયકલોનિક સર્ક્યુલેશનને પરિણામે આગામી બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ-મધ્ય ગુજરાત સહિત દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ વરસાદ થશે. આગામી સંભવિત તા.૨૬ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. સમગ્ર દેશમાં ૧ જૂન થી ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં ગુજરાતમાં ૨૦ ટકા તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ રીજિયનમાં ૪૪ ટકા વધુ વરસાદ થયો છે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા નદીમાં પાણીની આવક વધશે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ગત વર્ષની સરખામણીએ ૩ ટકા વધુ વરસાદ થયો છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ તારીખથી ચોમાસુ ગુજરાતમાંથી લેશે વિદાય, જાણો વિગતે

સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, લોકેશ રાહુલની થઈ શકે છે હકાલપટ્ટી

 ‘ઢબુડી મા’ ધનજી ઓડ મોડી રાતે પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયો, પોલીસે જવાબ લઈ જવા દીધો