અમદાવાદઃ લાંબા વિરામ પછી અમદાવાદમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. એસજી હાઇવે પર ધોધમાર વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભર બપોરે સમી સાંજ જેવું વાતાવરણ સર્જાયું છે. આ ઉપરાંત  શહેરના સાયન્સ સિટી, સરખેજ, પ્રહલાદનગર, આનંદનગર, સોલા, જશોદાનગર, હાટકેશ્ર, પકવાન ચાર રસ્તા, શીલજ, વસ્ત્રાલ, બોડકદેવ, વેજલપુર, બોપલ, જીવરાજ પાર્ક, બોડકદેવ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. 


વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઉમરગામમાં સવારથી બપોર સુધી 10 ઇંચ વરસાદ પડી ગયો છે. વાપીમાં 5 ઇંચ, કપરાડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે.  મધુબન ડેમના 5 દરવાજા 1 મીટર ખોલાયા છે. ડેમમાંથી 26 હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે.  

યાત્રાધામ અંબાજીમાં દિવસની ગરમી બાદ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે. અંબાજી મેઇન બજારોની સડકો નદી નાળા જેવી બની છે.  અંબાજી મુશળધાર વરસાદ પડી રહ્યો છે.  જ્યારે આજે અંબાજી મંદિરમાં ઘણા સમયથી વરસાદ ના આવતા યજ્ઞ યોજાતો હતો અને ચાલુ યજ્ઞએ વરસાદની જોરદાર એન્ટ્રી થઈ હતી. 


ખેડા જિલ્લાના ખેડા અને માતર નગર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. છેલ્લા 1 કલાકથી મધ્યમ ગતિએ વરસાદ પડી રહ્ય છે. માતર અને ખેડા બંને તાલુકાના 90 ગામો વરસાદ છે. ખેડા અને માતર બંને તાલુકામાં વરસાદ શરૂ થતાં ધરતી પુત્રોને બંધાઈ છે. 
ખેડા અને માતર તાલુકા વરસાદ આધારિત ડાંગર પકવતા ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. ખેડા શહેરમાં મુખ્ય દરવાજા બજાર ખેડા બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાયા છે. 


ગીર સોમનાથના વેરાવળમાં લાંબા વિરામ બાદ ધીમી ધીરે વરસાદનું આગમન થયું છે.   વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. મગફળી સોયાબીન તુવેરનો પાક લાબા સમયથી વગર વરસાદે સુકાય રહ્યો હતો.  હાલ ધીમીધારે વરસાદ સરૂ થતા સુકાઈ ગયેલો પાકને આજે નવું જીવન મળ્યું છે.