Gujarat Monsoon Update : ભાવનગરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, લોકોના ઘરમાં ભરાયા પાણી

આગામી 24 કલાક ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ એનડીઆરએફની ટીમોને એલર્ટ રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 29 Sep 2021 07:34 PM
ભાવનગરમાં જળબંબાકાર

ભાવનગરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. બોરતળાવ ઓવરફ્લો થયું હતું. લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જૂનાગઢમાં મકાન ધરાશાયી

જૂનાગઢમાં  એક મકાન ધરાશાયી થયું છે. .જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.  ભારે વરસાદ વચ્ચે એક મકાન જમીનદોસ્ત થયું હતું. પણ કોઈને ઈજા થઈ નથી.

મચ્છુ-1 ડેમ ઓવરફ્લો

ભારે વરસાદને પગલે મોરબીના વાંકાનેર પંથકની જીવાદોરી ગણાતા મચ્છુ-1 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની જંગી આવક થઈ છે. આ ડેમની કુલ સપાટી 48 ફુટથી વધુ થઇ છે. હાલ ડેમમાં 25 હજાર ક્યુસેક કરતા વધુ પાણીની આવક થઇ રહી છે. પાણીની જોરદાર આવકને લીધે આ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

મચ્છુ-1 ડેમ ઓવરફ્લો

ભારે વરસાદને પગલે મોરબીના વાંકાનેર પંથકની જીવાદોરી ગણાતા મચ્છુ-1 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની જંગી આવક થઈ છે. આ ડેમની કુલ સપાટી 48 ફુટથી વધુ થઇ છે. હાલ ડેમમાં 25 હજાર ક્યુસેક કરતા વધુ પાણીની આવક થઇ રહી છે. પાણીની જોરદાર આવકને લીધે આ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

રાજકોટમાં મિની બસ ફસાઇ

રાજકોટમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. ભરાયેલા પાણી વચ્ચે પોપટપરાના નાળામાં મિની બસ ફસાઇ ગઇ હતી. બસમાં ફસાયેલા લોકોને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ માટે સ્થાનિક યુવાનો નાળામાં ગયા હતા. તેમણે પહેલા બસમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. .ત્યારબાદ ધક્કા મારીને બસને બહાર કાઢી હતી. 

ભાવનગરમાં ભારે વરસાદ

ભાવનગર શહેર અને જિલ્લોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં  અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. જિલ્લાના પાલિતાણા, જેસર,મહુવા,તળાજા,ગારિયાધાર અને ઘોઘા તાલુકામાં પણ  ધોધમાર વરસાદ વરસ્યો. જેસર તાલુકામાં 4 ઈંચ, તો પાલિતાણામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.  શેત્રુંજી ગેટથી લઈ ભીડભંજન મહાદેવ સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ થતાં રાહદારી અને વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. 

ભારે વરસાદથી રાજ્યમાં 200 રસ્તાઓ બંધ

રાજ્યમાં ભારે વરસાદથી 4 સ્ટેટ હાઇવે  સહિત કુલ 200 રસ્તા બંધ થયા છે. પંચાયત હસ્તકના 190થી વધુ રસ્તા બંધ થયા હતા.

સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ

સાબરકાંઠાઃ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ. હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં વરસ્યો વરસાદ. હિંમતનગરના ગઢોડા,હડિયોલ અને સાબરડેરી પંથકમાં વરસાદ. વરસાદને લઈ ખેડૂતો ચિંતિત બન્યા. મગફળી જમીનમાંથી બહાર નિકાળવાના સમયે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત. મગફળીના પાકને આંશિક નુકસાન થવાની શક્યતા.

બગસરાના પીઠડીયા ગામે ધોધમાર વરસાદને પગલે ગામની સ્થાનિક નદીમાં પુર

અમરેલીઃ બગસરાના પીઠડીયા ગામે ધોધમાર વરસાદને પગલે ગામની સ્થાનિક નદીમાં પુર. ચેકડેમ પાણીથી છલકાઈ ઉઠ્યો. તો ચેકડેમ પરથી પાણી છલકાતા બગસરા-વડિયા રોડ પર પાણી આવ્યા.

વડીયાના સુરવો ડેમના 5 દરવાજાઓ ખોલાયા

અમરેલીઃ વડીયાના સુરવો ડેમના 5 દરવાજાઓ ખોલવાની ફરજ પડી. 5 દરવાજાઓ 1.5 મી સુધી ખોલવામાં આવ્યા. ડેમમાં પાણીનો ભારે આવક થઈ. 16002 ક્યુસેક પાણીની આવક. વડિયાના સુરવો ડેમમાંથી પાણી છોડાતા પાણીનો ભારે પ્રવાહ નદીમાં વહેતો થયો. સુરવો નદી બે કાંઠે વહેતી થઈ. પાણીનો ધસમસતો પ્રવાહના કારણે નદીએ રોદ્ર રૂપ ધારણ કર્યું. સ્થાનિકો નદીનું પાણી જોવા માટે ઉમટી પડ્યા.

વાવાઝોડાની આગાહીને પગલે ઓખાથી દ્વારકા જતી ફેરી બોટ સર્વિસને કરાઈ બંધ

જૂનાગઢ :  બપોર સુધીના વિરામ બાદ ફરી વરસાદ શરૂ

જૂનાગઢ :  બપોર સુધીના વિરામ બાદ ફરી વરસાદ શરૂ.  ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પર ફરી વળ્યા પાણી.

અમરેલી તાલુકાના શેડુંભાર અને દેવળીયા સહિતના ગામમાં અનરાધાર વરસાદ

અમરેલી તાલુકાના શેડુંભાર અને દેવળીયા સહિતના ગામમાં અનરાધાર વરસાદ. દેવળીયા ગામે પણ હળવા પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો.બજારો થઈ પાણી...પાણી. બીજી તરફ શેડુંભાર ગામે પણ સ્થાનિક નદીમાં પૂરના કારણે ચેકડેમ છલકાયો.

અંકલેશ્વર અને હાંસોટમાં ભારે વરસાદ

ભરૂચ, અંકલેશ્વર અને હાંસોટમાં ભારે વરસાદ. નદી નાળા બંને કાંઠે. પાણી ખેતરોમાં પ્રવેશતા ખેડૂતોને પાકને નુકશાનનો ભય. રોડ રસ્તા પર ફરી વળ્યાં વરસાદી પાણી.

ગુજરાત પર તોળાઈ રહ્યું છે શાહીન વાવાઝોડાનું સંકટ, રાજ્યના બંદરો પર કયા નંબરનું અપાયું સિગ્નલ?

પાટણ જીલ્લામાં વરસાદી માહોલ

પાટણ જીલ્લામાં વરસાદી માહોલ. હારીજ સમી સહિતના વિસ્તારમા વરસાદ. એક દીવસના વિરામ બાદ વરસાદનું આગમન. ગાજવીજ  સાથે ધીમીધારે વરસાદનું આગમન.

આગામી 3 કલાક વરસાદથી સાથે 60 કીમીપ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે

હવામાન વિભાગે આગમી 3 કલાકમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની કરી આગાહી. જામનગર રાજકોટ, અમરેલી, ભાવનગર બોટાદ જીલ્લામાં આગામી 3 કલાક વરસાદથી સાથે 60 કીમીપ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.  મોરબી દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથ, કચ્છ જીલ્લામાં આગામી 3 કલાક 40 કીમી પ્રતિકલાક પવનની સાથે વરસાદ પડવાની આગાહી.

માંગરોળ પંથકમાં વાવાઝોડાની અસરના પગલે વરસાદ સાથે પવનની ગતિ તેજ

જુનાગઢઃ માંગરોળ પંથકમાં વાવાઝોડાની અસરના પગલે વરસાદ સાથે પવનની ગતિ તેજ. માંગરોળ બંદર ઉપર લગાવાયું ભયજનક 3 નંબરનું સિગ્નલ. માંગરોળ બંદરમાંથી માછીમારી કરવા ગયેલી બોટોને પરત બોલાવવાની કામગીરી શરૂ કરાઇ. માછીમારોએ દરીયો નહી ખેડવા તંત્ર દવારા સુચના અપાઇ.  જયારે દરીયામાં માછીમારી કરવા જવા માટેના પાસ બંધ કરાયા.  લોકોને પણ દરીયા કીનારા નજીક નહી જવાની તંત્ર દવારા સુચના આપવામાં આવી છે.

ગોંડલ પંથકમાં ભારે વરસાદ

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલ પંથકમાં ભારે વરસાદ પડતા સૌરાષ્ટ્રનો સૌથી મોટો બીજા નંબરનો ભાદર 1 ડેમ ઓવરફલો થયો હતો આજે ભાદર 1 ડેમ ના તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેથી કરીને ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું હતું ભારે પૂર આવવાથી જેતપુર માં નીચાણવાળા વિસ્તારો માં પાણી ઘૂસી ગયા હતા ભાદર નદી કાંઠે આવેલા મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા હતા નદીના બંને કાંઠે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો પાણી ભરાઇ જતા મુશ્કેલીમાં મુકાયા હતા સ્થાનિક લોકોનું કહેવું હતું કે જ્યારે પણ ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવે છે ત્યારે તેમની આવી જ સ્થિતિ સર્જાઈ છે ઘણી વખત તેમનો કીમતી સામાન પણ પલડી જતો હોય છે... નદી કાંઠાના લોકો નદીમાં પૂરની સ્થિતિ હોય ત્યારે તેઓ મકાનના ધાબા પર રહેતા હોય છે પાણીના પ્રવાહ સાથે સાપ જેવા જીવજંતુનો darpan સ્થાનિક લોકોના સતાવતો હોય છે....

વાવાઝોડું સક્રિય થાય તે પહેલાં દેવભૂમિ દ્વારકામાં વરસાદ

દ્વારકાઃ વાવાઝોડું સક્રિય થાય તે પહેલાં દેવભૂમિ દ્વારકામાં વરસાદ શરું.  પવન અને ગાજવીજ  સાથે મુખ્ય મથક ખંભાળિયા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. સલાયા,સોડસલા વિશોત્રી,  પરોડીયા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ શરું થયો . વરસાદથી રસ્તાઓ પર પાણી વહ્યા.

રાજકોટઃ ધોધમાર વરસાદને પગલે વિકાસ ડુબ્યો પાણીમાં, ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી

કચ્છમાં પણ જામ્યો વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં પણ જામ્યો વરસાદી માહોલ. કચ્છપૂર્વ કચ્છનના રાપર,ભચાઉ,ગાંધીધામ,આદિપુર,અંજાર,રતનાલ,સાપેરા સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ. બીજી તરફ પશ્ચિમ કચ્છના ભુજ,માધાપર, ભૂજોડી,કુકમા,કોટડા ચકાર,મોટા રેહા, સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ. કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસી રહ્યો છે વરસાદ રસ્તા ઉપર ભરાયાં પાણી.

વાવાઝોડાને પગલે કચ્છનાં દરિયાકાંઠે એલર્ટ

કચ્છઃ વાવાઝોડાને પગલે કચ્છનાં દરિયાકાંઠે એલર્ટ. જખૌના દરિયામાં માછીમારી માટે ગયેલી બોટોને પરત બોલાવાઈ. 362 જેટલી બોટ પરત આવી ગઈ,હજી પણ 200 બોટ દરિયામાં. દરિયામાં રહેલી બોટ કાલે સવાર સુધીમાં પરત આવી જશે. ફિશરીઝ વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે સૂચના આપી બોટો પરત બોલાવાઈ. દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા પણ માછીમારોને કરાઈ રહ્યા છે સતર્ક.

જામજોધપુર પંથકમાં ધોધમાર વરસાદ

જામજોધપુર પંથકમાં ધોધમાર વરસાદ. ભારે પવન અને વીજળી ના કડાકા સાથે વરસાદ. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. રામવાડી તિરૂપતિ નગર સુભાસ ચોક આઝાદ ચોક  બેરિસ્ટર ચોક સહિત ના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ.

અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળિયા ગામે અનરાધાર વરસાદ

અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળિયા ગામે અનરાધાર વરસાદ. વરસાદને પગલે ગામની બજારમાં નદીની માફક પાણીનો પ્રવાહ વહેતો થયો. આ રોડ પરથી અવર-જવર થઈ બંધ. ગામની બજારો નદીમાં ફેરવાઈ હોય તેવા દ્રશ્યો.

કોયલીવાવ વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા

ડભોઇમાં ભારે વરસાદને પગલે કોયલીવાવ વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા. ઘરવખરીને ભારે નુકશાન થયું. 10 જેટલા ઘરોમાં પ્રવેસ્યા પાણી.  40 વર્ષથી લોકોની સમસ્યા. પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપ. રહીશોને આખી રાત પાણીમાં રહેવાનો આવ્યો વારો.

ટેમ્પો વરસાદી પાણીમાં તણાયો

ભરૂચઃ મકતમપુર તાડખાડી વિસ્તારમાં નગરપાલિકાનો ડોર ટુ ડોર કચરો ઉઘરાવતો ટેમ્પો વરસાદી પાણીમાં તણાયો.

બે ઇંચ વરસાદ પડ્યો

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના મોટી મેંગણી અને આસપાસના ધોધમાર એક કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો. મોટી મેંગણીની નદીઓમાં ઘોડાપુર આવ્યા. શરીઓમાં નદીની જેમ પાણી વહેતા થયા.

ગણદેવી તાલુકામાં આવેલા અમલસાડ ગામમાં અંબિકા નદીના પાણી ફરી વળ્યા

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા અમલસાડ ગામમાં અંબિકા નદીના પાણી ફરી વળ્યા. અમલસાડના ભગત ફળ્યા થી દેવધા, તલિયારા તરફ રસ્તા પર પાણી ભરાઇ જતાં લોકોને હાલાકી. રસ્તા પર આવેલા ખેતરોમાં પણ નદીના પાણી ફરી વળતાં ખેડૂતોને નુકસાનની ચિંતા.

અમરેલી જિલ્લામાં સરેરાશ વરસાદના ૧૦૦.૪૧ % જેટલો વરસાદ નોંધાયો

અમરેલી જિલ્લામાં સરેરાશ વરસાદના ૧૦૦.૪૧ % જેટલો વરસાદ નોંધાયો. મોસમનો સૌથી વધુ વરસાદ રાજુલામાં ૧૨૭ % અને સૌથી ઓછો લાઠીમાં ૬૮ %. અમરેલી તા. ૨૯ સપ્ટેમ્બર, સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મોન્સૂન સાયકલ ફરી એક્ટિવેટ થઇ છે અને સાર્વત્રિક વરસાદના સમાચારો મળી રહ્યા છે. અમરેલી સહિત જિલ્લામાં વિવિધ સ્થળે સાર્વત્રિક વરસાદ થયો છે. અમરેલીના લગભગ તમામ તાલુકાઓમાં વરસાદી વાતાવરણ છે. આજના ૨ વાગ્યાના અહેવાલ મુજબ જિલ્‍લામાં આ મોસમનો સૌથી વધુ વરસાદ રાજુલા તાલુકામાં ૧૨૭.૨૩ % અને સૌથી ઓછો વરસાદ લાઠીમાં ૬૮.૦૨ %  જેટલો નોંધાયો.

રાજકોટમાં ધોધમાર વરસાદ

ગુજરાત પર શાહીન વાવાઝોડાના જોખમ અંગે હવામાન વિભાગે શું કહ્યું

નર્મદા ડેમની જળસપાટી 125.59 મીટર પર પહોંચી

નર્મદા ડેમની જળસપાટી 125.59 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની જળસપાટી વધતા ગરૂડેસ્વર પાસેનો વિયર ડેમ ઓવરફ્લો થયો. નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. ચણોદ ખાતે બે કાંઠે નર્મદા નદી વહી રહી છે. નર્મદા નદીનું જળ સ્તર વધતા કાંઠા વિસ્તારમાં આવેલા લોકોની ચિંતાઓ વધી.

જામનગરના લાલપુર પંથકમાં ધોધમાર વરસાદ

જામનગરના લાલપુર પંથકમાં ધોધમાર વરસાદ. વીજળીના કડાકા ભાડાકા સાથે ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ગાયત્રી સોસાયટી, પંચવટી સોસાયટી, ઉમાધામ સોસાયટી, પટેલ પાર્ક, ચાર થાંભલા વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ.  મુરિલા, ગજણા, નવી પીપર, ગોદાવરી, હરિપુર, આરીખાના ધરમપુર ભણગોર સહિતના ગામોમાં વરસાદ.

કરજણ ડેમની સપાટી સવારે ૭:૦૦ કલાકે ૧૧૫.૩૦ મીટરે નોંધાઇ

નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી અંદાજે ૧.૬૧ લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૯ ગેટ મારફત ૧.૫૪ લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો. કરજણ ડેમની સપાટી સવારે ૭:૦૦ કલાકે ૧૧૫.૩૦ મીટરે નોંધાઇ. કરજણ જળાશયમાંથી સરેરાશ ૩૫૦ ક્યુસેક ડિસ્ચાર્જ પાણીના પ્રવાહના જાવકથી પ્રતિદિન ૭૨ હજાર યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન ચાલુ વર્ષે અંદાજે ૧૦ થી વધુ વખત કરાયું. કરજણ બંધમાંથી છોડાયેલા પાણીના પ્રવાહને લીધે નિચવાસમાં કરજણ નદીના કાંઠાના રાજપીપલા શહેર સહિતના સંબંધિત ગામોના લોકો/રહીશોને નદી કિનારાથી દૂર રહેવા ઉપરાંત પશુધનને દૂર રાખવા માટે સાવચેત કરાયાં.

ડીસામાં વરસાદી ઝાપટું

ડીસામાં વરસાદી ઝાપટું. બપોર બાદ વરસાદ આવતા ગરમીમાં રાહત. ડીસા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદનું આગમન. ધીમે ધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક. હાલ વરસાદ બંધ.

ગુલાબ વાવાઝોડુ નબળું પડી વેલ માર્ક લો પ્રેશર એરિયામાં પરિવર્તિત

હવામાન વિભાગની આગાહી. ગુલાબ વાવાઝોડુ નબળું પડી વેલ માર્ક લો પ્રેશર એરિયામાં પરિવર્તિત. વેલ માર્ક લોપ્રેશર આગળ વધી દક્ષિણ ગુજરાત પર સક્રિય છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. અરબ સમુદ્રમાં આગળ વધશે. અરબી સમુદ્રમાં જઈને ડિપ્રેશન પરિવર્તિત થશે. ડિપ્રેશન માંથી વાવઝોડું બની પાકિસ્તાન તરફ આગળ વધવાનું અનુમાન. આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી. આગામી 24 કલાક ભારે થી અતિભારે વરસાદ ની આગાહી. પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. માછીમારો ને દરિપો ન કહેવા સૂચના. આગામી ત્રણ દિવસ બાદ વરસાદથી રાહત મળશે. ગુજરાતમાં માત્ર 3 ટકા વરસાદની ઘટ.

રાજુલા પંથકમાં અવિરત વરસાદ

અમરેલીઃ રાજુલા પંથકમાં અવિરત વરસાદ. કોવાયા ગામ નજીક આવેલ અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીની કોલોની થઈ પાણી પાણી. સ્થાનિક લોકોને હાલાકી.

મુખ્યમંત્રી સાથેની કૃષિ, મહેસુલ અને નાણાં મંત્રીની બેઠક પૂર્ણ

સૌરાષ્ટ્ર વિસ્તારમાં થયેલ અતિવૃષ્ટિની સહાય રાશિ માટેની જાહેરાત આજે નક્કી. મુખ્યમંત્રી સાથેની કૃષિ, મહેસુલ અને નાણાં મંત્રીની બેઠક પૂર્ણ. સાંજે 5 વાગ્યા પહેલા થઈ શકે છે જાહેરાત.

નાળામાં મીની બસ ફસાઇ

રાજકોટમાં ધોધમાર વરસાદથી રાજકોટના પોપટપરાના નાળામાં મીની બસ ફસાઇ ગઈ. 2 થી 3 જેટલા લોકો અંદર ફસાયા સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા. બસને બહાર કાઢવા માટે સ્થાનિક યુવાન નાળામાં ગયા. બસને ધક્કો મારી અને બહાર કાઢી.



રાજકોટના પોપટપરાના નાળામાં મીની બસ ફસાઇ ગઈ

રાજકોટમાં ધોધમાર વરસાદથી રાજકોટના પોપટપરાના નાળામાં મીની બસ ફસાઇ ગઈ. 2 થી 3 જેટલા લોકો અંદર ફસાયા સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા. બસને બહાર કાઢવા માટે સ્થાનિક યુવાન નાળામાં ગયા. બસને ધક્કો મારી અને બહાર કાઢી.

મોરબી જીલ્લાનો મહત્વનો મચ્છુ ૧ ડેમ ઓવરફ્લો

મોરબી જીલ્લાનો મહત્વનો મચ્છુ ૧ ડેમ ઓવરફ્લો. ઉપરવાસમાં સારા વરસાદને પગલે ડેમ  ઓવરફ્લો થયો. મચ્છુ ૧ ડેમ ભરાતા ૨૪ ગામોને કરવામાં આવ્યા એલર્ટ . વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર, મહિકા, કોઠી, ગારીયા,જોધપર, પાજ,રસિકગઢ, લુણસરિયા,કેરાળા, હસનપર, પંચાસર, વઘાસીયા, રાતીદેવળી,વાકિયા,રાણેકપર, પંચાસીયા, ઢુવા અને ધમલપરને એલર્ટ કરાયા. મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે . મચ્છુ ૧ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે ત્યારે નદીમાં પટમાં ન જવા સુચના આપવામાં આવી. મચ્છુ ૧ ડેમ ભરાઈ જતા સિંચાઈ માટે પાણીની સમસ્યા ઉકેલાઈ.

જામનગર શહેરમાં વરસાદે લીધો વિરામ

જામનગર શહેરમાં વરસાદે લીધો વિરામ. અડધો કલાક ધોધમાર પડ્યો વરસાદ . વરસાદ બાદ જામનગર મનપાની કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર થોડો પાણી ભરાયું .

અંકલેશ્વર :  કડકિયા કોલેજ પાસે પાણી ભરાયા.

અંકલેશ્વર :  કડકિયા કોલેજ પાસે પાણી ભરાયા. રોડ રસ્તા ફેરવાયા બેટમાં. વાહન ચાલકો જીવના જોખમે રસ્તો ઓળંગી રહ્યા છે.   કેટલાક વાહનો પાણીમાં ફસાતા ખેંચવાની નોબત આવી. હાંસોટ અને અંકલેશ્વર ની વચ્ચે આવ્યું કડકિયા કોલેજ.

અમરેલીમાં રસ્તા થયા બંધ

બાબરાના ચરખા- ચમારડી રોડ પર પાણી ફરી વળ્યાં છે. નદીના પાણી ફરી વળતા રોડ બંધ થયો. અમરેલી અને રાજકોટ હાઇવેને ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થઈ જોડતો શોર્ટકટ માર્ગ, તો અન્ય ચમારડીથી ઘૂઘરાળા અને ગમાં પીપળીયા જતો રસ્તો તેમજ ચમારડીથી ચિતલ તરફના રસ્તાઓ પર વોકળાઓના પાણીના કારણે વાહન ચાલકોને હાલાકી.. પાણીને કારણે વાહન વ્યવહાર પર અસર. લોકોને પડી રહી છે ભારે હાલાકી.

પાલીતાણા પાણી પાણી

ભાવનગરના પાલીતાણામાં ભારે વરસાદ ના પગલે પાલીતાણાની મિઇન બજારમાં વરસાદી પાણી ઘુસી ગયા. પાલીતાણામાં વરસાદના પગલે પાલીતાણા ની મેઈન બજાર સ્વિમિંગ પુલ બની. નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે શેત્રુંજી ગેઇટથી લઇ ભીડભંજન મહાદેવ સુધીના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ના કારણે લોકોને પડી રહી છે હાલાકી.

જૂનાગઢમાં મકાન ધરાશાયી

જૂનાગઢ : ચીતખાનામાં મકાન ધરાશાયી થયું છે. કોઈ જાનહાની નહિ. ગત રાતના ભારે વરસાદના કારણે ધરાશાઈ થયાનું અનુમાન.

મુખ્યમંત્રી જાહેર કરી શકે છે રાહત પેકેજ

સૌરાષ્ટ્રમાં થયેલ અતિવૃષ્ટિના કારણે પાક નુકશાનીના મામલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કૃષિમંત્રી, નાણાંમંત્રી અને મહેસુલમંત્રીની બેઠક શરૂ. મુખ્યમંત્રી કાર્યાલય ખાતે છેલ્લા બે કલાકથી બેઠક ચાલુ છે. બેઠક બાદ થઈ શકે છે પાક નુકશાની અંગેની જાહેરાત.

ભરૂચ

ભરૂચ ઇન્દિરા નગર ઝુપડપટ્ટી માં ભરાયેલું પાણી વિસર્યું. નગરપાલિકા દ્વારા ઝડપી કામગીરી કરતા પાણી નો નિકાલ થતા સ્થાનિકો માં હાશકારો.

બોર તળાવ ઓવરફ્લો

ભાવનગર શહેરને પીવાનું પાણી પૂરતું પાડતું બોર તળાવ ઓવરફ્લો થયું. શહેરની મધ્યમાં આવેલ બોર તળાવ ઓવરફ્લો થતા ભાવેણા વાસીઓમાં હર્ષની લાગણી ફરી વળી. ભાવનગરને એક વર્ષ માટે પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો.

નેત્રંગમાં મધુવંતી નદી ઉપર બાંધવામાં આવેલો ધોળી ડેમ છલકાયો

નેત્રંગમાં મધુવંતી નદી ઉપર બાંધવામાં આવેલો ધોળી ડેમ 0.05 મીટરથી છલકાયો. 10 ગામોને સાબદા કરાયા.  ધોળી ડેમ 136 મીટરની ઓવરફલોની સપાટી વટાવીને હાલ 136.05 મીટરથી ઓવરફલો થયો.  ધોળી ડેમના પગલે 10 ગામો ધોળી, રજલવાડા, બીલવાડા, મોટા સુરવા, રાજપારડી, સારસા, કપાટ, વણાંકપોર, હરિપુરા અને રાજપરાને એલર્ટ કરાયા છે.

અંકલેશ્વરમાં વરસાદ પછીની સ્થિતિ

અંકલેશ્વર ના રઘુવીર નગર ના માર્ગો પર પાણી ભરાયાં. વોર્ડ નં 3માં આવેલ માર્ગો પાણીમાં ગરકાવ. નગરપાલિકા દ્વારા રસ્તો ચાલુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.

સોસાયટીઓમાં પાણી ભરાયા

અંકલેશ્વરમાં અનરાધાર વરસાદ પડતા સોસાયટીઓમાં પાણી ભરાયા. અંકલેશ્વરની જલારામ નગર,કડકિયા રોડ, એશિયાડ નગર ,પટેલ નગર ,રાજપીપલા ચોકડી,આમલાખાડી,સંજય નગર ના મુખ્ય માર્ગો જળબંબાકાર.

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ફચે રી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. આગામી 24 કલાક ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ એનડીઆરએફની ટીમોને એલર્ટ રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે.


હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે , આગામી 24 કલાકમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. કોસ્ટલ એરિયામાં કાલ સવાર સુધી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. કાલે 90ની ગતિના પવન ફૂંકાશે. માછીમારોને હાલ તાકીદ કરાઈ છે, 4 દિવસ માટે દરિયો ના ખેડવા સૂચન છે. દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે.


ભરૂચ, આણંદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે.  નોર્થ ગુજરાતમાં સામાન્ય વરસાદ, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.  સાયકલોન કાલે બનશે.  અમદાવાદમાં સીટી વિસ્તારમાં સામાન્ય વરસાદ પણ સાણંદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે.  આજે અને કાલે અસર રહેશે, પરમ દિવસ બાદ અસર ઘટી જશે.  40ની ગતિના પવનો અમદાવાદમાં પણ ફૂંકાશે, પણ અમદાવાદમાં કોઈ ખતરો નથી. કોસ્ટલ એરિયામાં કાલે ભારે પવન ફૂંકાશે, ત્યારબાદ અરેબિયન સીમા અસર જોવા મળશે. હાલ ગુજરાતમાં 3 ટકા વરસાદની ઘટ છે. કચ્છ સૌરાષ્ટ્રમાં 13 ટકા વધુ વરસાદ છે. ગુજરાત રિજીયનમાં 14 ટકા વરસાદની ઘટ યથાવત છે.  જો સાયકલોન બનશે તો નામ સાહિન રહેશે.


શહેરમાં ભારે પવન સાથે ફરી વરસાદ શરૂ થયો છે. શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ફરી વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. શહેરના અનેક રાજમાર્ગો પર પાણી ભરાયા છે. રાજકોટના યાજ્ઞિક રોડ, જાગનાથ વિસ્તાર, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ,150 ફૂટ રીંગ રોડ, રેલનગર, ગોંડલ રોડ ,ઢેબર રોડ,સાધુવાસવાણી, રોડ,યુનિવર્સિટી વિસ્તાર, મહુડી નાનામોવા વિસ્તાર મોટા મોવા વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. 









ભારે વરસાદના પગલે વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ ચડાવાયું છે. માછીમારોને દરિયો ના ખેડવા સાવચેત કરાયા છે. જામનગર જીલ્લાના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ના ખેડવાની સુચના આપવામાં આવી છે. આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે. જુના અને નવા બંદરો પર સિગ્નલ લાગ્યા છે. 


અમરેલીમાં રાજુલા ધાતરવડી ડેમ 2 ના 12 દરવાજા ખોલતા નદીમાં પુર આવ્યું છે. હિંડોરણાની ધાતરવડી નદીમાં પુર આવ્યું છે. નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો છે.  રાજુલા તાલુકાના સમઢીયાળા 1નો બંધારો ઓવરફ્લો થયો છે. પાણી પટવા સુધી આવી જતા સ્ટેટ હાઇવે બંધ થયો છે. મોટા વાહનોને ભારે હાલાકી છે. રાજુલાના દરિયા કાંઠે આવેલા ખેરા પટવા ચાંચબંદર નો સ્ટેટ હાઇવે પાણી ભરાય જતા બંધ છે. બંધારો પાણીથી ભરપૂર ભરાયો છે. પાણી વધતા ગામમાં ઘુસતા સ્થાનિકોને મુશ્કેલી છે. 


અમરેલીમાં જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યું હતં. ટીંબી ગામની રૂપેણ નદીમાં ઘોડાપુર આવ્યું. નદીના પાણી પુલ પરથી ફરી વળ્યાં હતા. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.