Ahmedabad Plane Crash Live: અમદાવાદ પ્લેન ક્રેશમાં કોઇ ના બચ્યું, ક્રૂ મેમ્બર સહિત તમામ 242 લોકોના મોત
Ahmedabad Plane Crash Live: અમદાવાદ પ્લેન ક્રેશમાં કોઇ ના બચ્યું, ક્રૂ મેમ્બર સહિત તમામ 242 લોકોના મોત
Air India Plane Crash In Ahmedabad: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર છે. ક્રેશ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો
Advertisement
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 12 Jun 2025 06:18 PM
બ્રેકગ્રાઉન્ડ
Air India Plane Crash In Ahmedabad: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર છે. ક્રેશ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ...More
Air India Plane Crash In Ahmedabad: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર છે. ક્રેશ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યા પછી તરત જ આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી મેઘાણીનગર નજીક ક્રેશ થયું. એરપોર્ટથી મેઘાણીનગરનું અંતર લગભગ 15 કિલોમીટર છે. અકસ્માત બાદ તરત જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કરી દીધું હતું.
એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, પોલીસ કમિશનર જીએસ મલિકે કહ્યું, "એવું લાગે છે કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી." તેમણે કહ્યું કે વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી, કેટલાક સ્થાનિક લોકોના પણ મોત થયા હશે.
અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું, "ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. વિમાનમાં 242 લોકો સવાર હતા. આ ઘટના તપાસનો વિષય છે. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના છે. બોઇંગ 787 ડ્રીમલાઇનર એક નવું વિમાન છે, તેની ટેકનોલોજી સારી છે. ટીમ તપાસ પછી જ આનું કારણ જણાવશે."
આ મુશ્કેલ સમયમાં બાંગ્લાદેશ ભારતના લોકો સાથે ઉભું છે - મોહમ્મદ યુનુસ
બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસે કહ્યું, "અમદાવાદમાં 242 મુસાફરોને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટના દુર્ઘટનાની દુ:ખદ ઘટનાથી હું આઘાત પામ્યો છું. અમે બધા શોકગ્રસ્ત લોકો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં બાંગ્લાદેશ ભારતના લોકો અને સરકાર સાથે એકતામાં ઉભું છે."
ANI ના પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમદાવાદમાં જે બન્યું તે ખૂબ જ દુ:ખદ અકસ્માત છે. આપણે ઘણા લોકોને ગુમાવ્યા છે. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે અમે ઊંડા સંવેદના વ્યક્ત કરીએ છીએ. તેમાં ઘણા વિદેશીઓ પણ છે. તમને સંબંધિત વિભાગો તરફથી અપડેટ્સ મળશે. બચાવ કામગીરી ચાલુ છે. ચોક્કસ વિગતો બહાર આવવા માટે આપણે થોડી રાહ જોવી પડશે."
પુતિને પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુને શોક સંદેશ મોકલ્યો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુજરાતના અમદાવાદમાં થયેલા પેસેન્જર વિમાન દુર્ઘટના પર ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શોક સંદેશ મોકલ્યો છે. તેમણે લખ્યું છે કે, "આદરણીય વડાપ્રધાન, કૃપા કરીને અમદાવાદમાં થયેલા પેસેન્જર વિમાન દુર્ઘટનાના દુ:ખદ પરિણામો પર મારી ઊંડી સંવેદના સ્વીકારો. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા."
પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધનઃ પરિમલ નથવાણીએ કરી પૉસ્ટ
Sad to know about the demise of Ex Chief Minister of Gujarat, Shri Vijay Rupani in the tragic Air India #planecrash near #Ahmedabad airport. I knew him personally for last so many years and he was a very good human being. I have no words for his untimely depart. My deepest… pic.twitter.com/q5NEjqtSau — Parimal Nathwani (@mpparimal) June 12, 2025
યુકે સરકારે કહ્યું, "અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાથી અમને વાકેફ છે. યુકે ભારતના સ્થાનિક અધિકારીઓ સાથે મળીને તાત્કાલિક હકીકતો શોધવા અને સંડોવાયેલા લોકોને સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યું છે. બ્રિટિશ નાગરિકો જેમને કોન્સ્યુલર સહાયની જરૂર હોય અથવા જેઓ તેમના મિત્રો અથવા પરિવાર વિશે ચિંતિત હોય તેમણે 020 7008 5000 પર કૉલ કરવો જોઈએ."
ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના ચેરમેન એન ચંદ્રશેખરનને ટાંકીને એક્સ પર લખ્યું હતું કે , "ખૂબ જ દુઃખ સાથે હું પુષ્ટી કરું છું કે અમદાવાદથી લંડન ગેટવિક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 171 આજે ક્રેશ થઈ ગઈ છે. આ ભયાનક અકસ્માતથી પ્રભાવિત લોકોના પરિવારો અને પ્રિયજનો સાથે અમારી ઊંડી સંવેદના છે." એન ચંદ્રશેખરને કહ્યું હતું કે, "હાલમાં અમારી પ્રાથમિકતા તમામ અસરગ્રસ્તો અને તેમના પરિવારોને સહાય પૂરી પાડવાની છે. અમે સ્થળ પર હાજર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોને મદદ કરવા અને અકસ્માતનો ભોગ બનેલા લોકોને જરૂરી મદદ પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ." "અમને વધુ ચોક્કસ માહિતી મળતાં જ વધુ અપડેટ્સ શેર કરવામાં આવશે. એક ઇમરજન્સી સેન્ટર એક્ટિવ કરવામાં આવ્યું છે અને પીડિત પરિવાર માટે સપોર્ટ ટીમ બનાવવામાં આવી છે.
અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ મામલે અમદાવાદ શહેર પોલીસે ઇમરજન્સી નંબર જાહેર કર્યો છે. અમદાવાદ પોલીસના 07925620359 ઇમરજન્સી નંબર પર તમામ જાણકારી મેળવી શકાશે. એર ઈન્ડિયાએ પણ હેલ્પલાઈન નંબર 18005691444 જાહેર કર્યો હતો
આ દુર્ઘટના સામે તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીને આ દુ:ખદ ઘટનાની જાણ થતાં જ તેમણે મુખ્ય સચિવ પંકજ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલીફોન પર સંપર્ક કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સુચનાઓ આપી છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત
એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તૂટી પડવાની દુર્ઘટનાને લઇને બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી
ચારેબાજુ અરાજકતાનો માહોલ છે, આ ભયાનક અકસ્માત જોઈને લોકો ડરી ગયા છે અને આમતેમ દોડી રહ્યા છે. વિમાન સંપૂર્ણપણે નુકસાન પામ્યું છે. વિમાનનો મોટાભાગનો ભાગ બળીને રાખ થઈ ગયો છે. જે ઇમારત પરથી વિમાન પડ્યું હતું તેને પણ નુકસાન થયું છે. એરપોર્ટની નજીક એક સિવિલ હોસ્પિટલ છે, જ્યાં તમામ ડોકટરોની રજા રદ કરવામાં આવી છે. અત્યાર સુધીની માહિતી અનુસાર, અમદાવાદથી ઉડાન ભરેલું આ વિમાન લંડન તરફ જઈ રહ્યું હતું
ANI અનુસાર પ્લેનમાં 242 લોકો સવાર હતા. BSF રેસ્ક્યૂ માટે જવા રવાના થઈ છે. વિમાન 1.38 વાગ્યે ટેકઓફ થયું, 1.40 વાગ્યે ક્રેશ થઈને બિલ્ડિંગમાં અથડાયું હતું. લંડનની ફ્લાઈટ હોવાના કારણે ફૂલ ઈધણ ભર્યું હોવાથી મોટી જાનહાની થઈ છે. વિમાન બોઈંગ ડ્રીમ લાઈનર 787 હતું. સામે આવેલી વિગતો અનુસાર આ વિમાનમાં પૂર્વ સીએમ વિજય રુપાણી પણ સવાર હતા. હાલમાં આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અમદાવાદ આવવા રવાના થયા છે. હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના તમામ સિનિયર ડોક્ટરોને હોસ્પિટલમાં હાજર રહેવા સુચના આપવામાં આવી છે
પ્રારંભિક માહિતી અનુસાર, આ દુ:ખદ અકસ્માત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર થયો હતો. એવું માનવામાં આવે છે કે વિમાન એરપોર્ટની સીમા નજીક ક્રેશ થયું હતું. જે શરૂઆતી તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે વિમાનના ટુકડા થઈ ગયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
આ ડ્રીમલાઇનર બોઇંગ 787 લંડન જઈ રહ્યું હતું. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે વિમાન નજીકની ઇમારત અથવા દિવાલ સાથે અથડાયા પછી ક્રેશ થયું હતું
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન અમદાવાદના મેઘાણી નગરમાં ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ, આ વિમાન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું હતું. ક્રેશ થયા પછી વિમાનમાં આગ લાગી ગઈ હતી. અમદાવાદથી મળેલી તસવીરોમાં વિમાનમાંથી ગાઢ કાળો ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, વિમાનમાં 130 મુસાફરો હતા. અમદાવાદથી ઉડતું આ એર ઈન્ડિયાનું વિમાન બોઈંગનું 787-8 ડ્રીમલાઈનર વિમાન હતું. આ વિમાન 11 વર્ષ જૂનું હતું.
એર ઇન્ડિયાનું એક વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું. શરૂઆતના અહેવાલો અનુસાર, વિમાનના એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે આ અકસ્માત થયો હતો. વિમાનમાં 250 લોકો સવાર હતા. ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે બચાવ અને રાહત કાર્યમાં રોકાયેલા છે. આ અકસ્માત અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં થયો હતો. તમામ કટોકટી સેવાઓ બચાવ અને રાહત કાર્યમાં રોકાયેલી છે.
ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, વિમાન ટેકઓફ દરમિયાન તકનીકી ખામીને કારણે નિયંત્રણ ગુમાવી બેઠું હોવાનું માનવામાં આવે છે.
મળતી માહિતી પ્રમાણે, આ વિમાનમાં 133 મુસાફરો સવાર હતા, અને દુર્ભાગ્યે તમામના મૃત્યુ થયા હોવાની વાત સામે આવી રહી છે. જોકે, કોઈ સતાવાર પૃષ્ટિ કરવામાં આવી નથી. ઘટના સ્થળેથી ગાઢ ધુમાડાના ગોટેગોટા વસ્ત્રાપુર સુધી દેખાઈ રહ્યા છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
એરપોર્ટ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયાના સમાચાર મળ્યા છે. આ ઘટના મેઘાણી નગર નજીક ટેકઓફ દરમિયાન બની હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. વિમાન એક ફ્લેટમાં ઘૂસી ગયું હતું.
એરપોર્ટ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયાના સમાચાર મળ્યા છે. આ ઘટના મેઘાણી નગર નજીક ટેકઓફ દરમિયાન બની હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. વિમાન એક ફ્લેટમાં ઘૂસી ગયું હતું.
અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી રહી છે. ગુજસેલ એરપોર્ટ ઉપર પ્લેન ક્રેશ થયું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. પ્લેન ક્રેશ થયાની જાણ થતા જ ફાયરવિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ છે. પ્લેનમાં 133ની આસપાસ પેસેન્જર હોવાની આશંકા છે. ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે