Gujarat Rain Update: રાજ્યમાં વરસાદનું જોર ઘટવા લાગ્યું છે. તાજા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮૧ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં મહેસાણાના જોટાણા તાલુકામાં ૨ ઈંચ, જૂનાગઢના ભેંસાણ તાલુકામાં દોઢ ઈંચ, તાપીના વ્યારા તાલુકામાં ૧ ઈંચથી વઘુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ચાર તાલુકાઓમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સીઝનનો ૫૬.૮૧ ટકા વરસાદ પડ્યો છે.


 



ખેતીના પાકને નુકસાન


વડોદરાના કરજણ પંથકના સરકારના પસાર થતા ત્રણ પ્રોજેક્ટની અડીને આવેલ ખેડૂતોની જમીનનો ખેતીપાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. અવિરત વરસાદ વરસતા વરસાદી પાણીનો નિકાલ ન થતા પ્રોજેકટની બાજુમાં આવેલ ખેડૂતોની 1000 થી 1200 એકર જેટલી જમીનના ખેતરો બેટમાં ફેરવાયા હતા. કરજણના હાડોદ, બોડકા, કણભા, કંબોલા, સુરવાડા, માંગરોલ, સાંપા, ખાંધા, પિંગડવાડા, માનપુર, અભરા, સહિતના કરજણ તાલુકાના ખેડૂતોના હાલ બેહાલ થયા. ખેડૂતોની માંગ છે કે તંત્ર તાલુકા મુખ્ય અધિકારી ઇજારદારના ગામોના ખેડૂતોને સાથે રાખી કમિટી બનાવી સર્વે કરાવે તેમજ કાયમી માટે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરે. બે માસ અગાઉ કરેલું વાવેતર નિષ્ફળ ગયું છે, તેમજ નવું બિયારણ પણ પાણી માં ગયું છે. ખેડૂતોની સરકાર પાસે નુકસાનીના વળતરની માંગ છે. સરકાર ખેડૂતોનું દર્દ સાંભળે અને પાણીનો નિકાલ કરે, જેથી નવું વાવેતર કરી શકાય. 


3 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ


ડાંગ જિલ્લામાં છેલ્લા દિવસોમાં વરસેલા અવિરત વરસાદથી નદી, નાળા અને કોઝ વે જળમગ્ન બન્યા છે. હવે જિલ્લામાં વરસાદનું જોર ઓછું થતાં માર્ગો પરથી પાણી ઓસરવાની શરુઆત થઈ છે. જિલ્લાના 11 માર્ગો પરથી પાણી ઓસર્યા છે તો હજી 13 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ છે. જેથી 20 ગામ પ્રભાવિત થયા છે. જિલ્લામાં જ્યાં જ્યાં કોઝ વે કે રોડ ઓવરટોપિંગ થયા છે ત્યાં સલામતીના ભાગરૂપે પોલીસ, ફોરેસ્ટ અને હોમગાર્ડના જવાનો તૈનાત કરાયા છે. ડાંગ જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે વધઇ-સાપુતાર રોડ ઉપર ભેખ઼ડ ધસી પડવાથી તેને ખસેડવાની કામગીર શરૂ છે અને હાલ આ રસ્તો નાના વાહનો માટે ખુલ્લો કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચો...


India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડ નજીક, સતત ચોથા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ


Lalit Modi સાથે રિલેશનશિપના ખુલાસા બાદ Sushmita Sen એ શેર કરી આવી તસવીર, હવે કહી આ મોટી વાત


Gujarat Education News: ગુજરાતની શાળાઓમાં ક્લાર્ક તથા પટાવાળાની અછત, 13 વર્ષથી નથી કરવામાં આવી ભરતી, જાણો વિગત


Gandhinagar: ગુજરાતને ફાટકમુક્ત બનાવવા 443 કરોડના કામોને મંજૂરી, જુનાગઢમાં આ જગ્યાએ બનશે રેલ્વે અંડરબ્રીજ


Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા