ગાંધીનગર:  ગુજરાતને ફાટકમુક્ત બનાવવા માટે સરકારે ફાટકમુકત ગુજરાત અભિયાન શરુ કર્યું છે. જે અંતર્ગત રાજ્યની ૧ મહાનગરપાલિકા અને ૯ નગરપાલિકાઓમાં રેલ્વે ઓવરબ્રીજ નિર્માણ માટે રૂ. ૪૪૩.૪પ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં જૂનાગઢ મહાનગરમાં રૂ. ૧૮.૮પ કરોડના રેલ્વે અંડરબ્રીજના કામને મંજૂરી આપવામાં આવી છે.  આ અભિયાન અંતર્ગત અંજાર-વલ્લભવિદ્યાનગર-હળવદ-ખંભાળીયા-ધ્રાંગધ્રા-આંકલાવ-મોરબી-ધોરાજી નગરોમાં ટુ લેન રેલ્વે ઓવરબ્રીજ બનાવવમાં આવશે. સાવરકુંડલામાં ફોર લેન રેલ્વે ઓવરબ્રીજ બનાવવામાં આવશે. જૂનાગઢ મહાનગરમાં જોષીપુરા ખાતે ૧ ROB અને બસ સ્ટેન્ડ પાસે  ૧ RUB બનશે. 


અમલી કામગીરીઓનું સિંગલ એન્ટીટી અમલીકરણ GUDCને સોંપવામાં આવશે


નોંધનિય છે કે, આ અભિયાનનો ઉદેશ્ય નગરો-શહેરોમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા-નાગરિકોના સમય અને ઇંધણનો બચાવ કરવાનો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અત્યાર સુધીમાં રાજ્યમાં રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના ૪ર કામો માટે રૂ. ૧૩૭૬ કરોડની મંજૂરી મળી છે. જ્યારે રૂ. ૪૭૩.૬૧ કરોડના ૧૯ કામો વિવિધ તબક્કે પ્રગતિમાં છે,  રૂપિયા પર૬.૩૩ કરોડના ૧ર કામોના ડી.પી.આર પ્રક્રિયામાં છે.  રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજની તમામ અમલી કામગીરીઓનું સિંગલ એન્ટીટી અમલીકરણ GUDCને સોંપવામાં આવશે.


રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના કામોને રૂ. ૧૩૭૬.૪૭ કરોડના ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી


 રાજ્ય સરકારે  જે નગરપાલિકાઓમાં આવા રેલ્વે ઓવરબ્રીજ બનાવવાના કામોને સૈદ્ધાંતિક અનુમતિ આપી છે તેમાં અંજાર રૂ. પપ.પ૬ કરોડ, વલ્લભવિદ્યાનગર રૂ. ૪ર.૪૧ કરોડ, હળવદ રૂ. ૪૬.પ૦ કરોડ, ખંભાળીયા રૂ. ૩૭.૦૩ કરોડ, સાવરકુંડલા રૂ. ૬૬.પ૭ કરોડ, ધ્રાંગધ્રા રૂ. રપ કરોડ, આંકલાવ રૂ. ૩૩.ર૭ કરોડ, મોરબી રૂ. ૬૩.૮પ કરોડ અને ધોરાજીમાં રૂ. ૩પ.૬૯ કરોડના કામોની મંજૂરી આપી છે.  સમગ્ર રાજ્યમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ૪ર જેટલા રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના કામોને રૂ. ૧૩૭૬.૪૭ કરોડના ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલી છે. ર૧ કામો રેલ્વે સાથે પ૦ ટકા / ૭પ ટકા શેરીંગ અંતર્ગત મંજૂર કરવામાં આવેલા છે