અમદાવાદઃ રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે યથાવત. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. તેમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, આવતી કાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. સતત વરસાદને પરિણામે ચાલુ મોસમનો કુલ ૧૦૦.૧૭ ટકા જેટલો નોંધાયો છે. 


સૌથી વધુ કચ્છમાં ૧૫૫.૩૬ ટકા અને સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં ૮૨.૨૮ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉતર ગુજરાતમાં ૧૦૭.૪૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૯.૪૪ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૦૮.૩૧ ટકા જેટલો કુલ સરેરાશ વરસાદ વરસ્યો. રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૮૧.૪૮ ટકા જેટલો જળસંગ્રહ થયો છે...અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૯૦.૯૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. ગઈ કાલે મહેસાણા તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી મોરબીમાં 5.4 બેચરાજી, રાધનપુર, વિસનગર અને ઇડર સવા ચાર ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. 


આ સિવાય પાટણ, વિજાપુર, સરસ્વતી, અમીરગઢ, પોસિના, માણસા, જોટામા, સતલાસણા, ખેરાલુ, દાંત, વડનગર અને હિંમતનગરમાં 3 ઇંચથી ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. શંખેશ્વર, સાંતલપુર, ઉંઝા, સિદ્ધપુર, પ્રાંતિજ, કડી, હારીજ, કલોલ, વિજયનગર, ભિલોડા, ગાંધીનગર, ભાભર, દિયોદર, મેઘરજ, અને કાંકરેજમાં બે ઇંચથી પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. 


માંડલ, વાવ, વડાલી, તલોદ, મોડાસા, ખેડબ્રહ્મા, દાંતીવાડા, દસાડા, ચાણસ્મા, પાલનપુર, સંતરામપુર, લાખણી, વડગામ, લુણાવાડા, કડાણા, નડિયાદ, ભુજ, વઢવાણ, સામંદ, સમી, ભચાઉ, હળવદ, ડીસા, થરાદ, વિરપુર, ધનસરુરા, સંજેલી, ધાનેરા, અમદાવાદ શહેર અને ઝાલોદમાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. 


આ સિવાય દેહગામ, દેત્રોજ, જોડિયા, મુળી, રાપર, મહેમદાબાદ, ખાનપુર, બાલાસિનોર, મુંદ્રા, ખપડવંજ, મોરવા હડફ, લખપત, ગાંધીધામ, માતર, માલપુર, અંજાર, વિરમગાર, બાયડ, ફતેપુરા, ટંકારા, કપરાડા, બાવળા, લખતર, મહુધા, વસો અને કુકરમુડામાં અડધાથી એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો આ સિવાયના તાલુકામાં છુટોછવાયો વરસાદ ખાબક્યો હતો.