Gujarat Rain Update Live: વહેલી સવારથી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં થઈ મેઘ મહેર

Gujarat Rain Update Live: રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય,દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

Advertisement

gujarati.abplive.comLast Updated: 14 Sep 2026 03:28 PM

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Rain Update Live: ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમારથી ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ...More

ગીર સોમનાથ જિલ્લમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

 ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ  છે. તાલાલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ અને શહેરની ગલીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં વરસાદને પગલે ખુશીની લહેર જોવા મળી રહી છે. બીજી તરફ ઉના અને વેરાવળ-સાસણ સ્ટેટ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Continues below advertisement

© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.