અમદાવાદ:  હાલ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની 2 વરસાદી સિસ્ટમો સક્રિય હોવાના કારણે લો પ્રેશર સર્જાયું છે. તેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


દરમિયાન આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાસણા બેરેજનો એક દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે. જો અમદાવાદમાં વધુ વરસાદ પડશે તો સ્થિતિ જોઈને બેરેજના વધુ દરવાજો ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. હાલ 28 નંબરનો દરવાજો એક ફૂટ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

શહેરમાં વરસાદની સ્થિતિ જોઈ ફાયર વિભાગ અલર્ટ પર રાખવામાં આવી છે. 12 ટીમોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. 5-6 ફાયરમેનની મળીને એક ટુકડી બનાવવામાં આવી છે. અમદાવાદ સિવાય પણ રાજ્યમા અન્ય સ્થળે જરૂર જણાય તો ટીમ મોકલવા ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

હવામાન ખાતાના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થશે. જો કે પૂર્વ મધ્યપ્રદેશમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં બે અઠવાડિયાં સુધી ભારે વરસાદ પડી શકે છે.

વડોદરા શહેરના માથે હજુ કેટલા કલાક અતિ ભારે વરસાદનો ખતરો ? કલેક્ટરે લોકોને આપી શું ચેતવણી ?

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ, જાણો વિગત

વડોદરામાં લોકો બ્રિજ પર જ પોતાની કાર છોડીને કેમ જતા રહ્યા? કારણ જાણીને ચોંકી જશો