અમદાવાદ: લોકોમાં હવે ધીમે ધીમે અંગદાનને લઈને જાગૃતિ આવી રહી છે. જેના કારણે અંગદાન કરવાના મામલ વધુને વધુ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટમાં કેસોમાં મોચો ઉછાળો આવ્યો છે જેના કારણે અનેક લોકોને નવી જિંદગી મળી છે. તો બીજી તરફ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રમાં ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે પાંચ એવોર્ડ મળ્યા છે.


 






કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલને એવોર્ડ મળ્યો છે. સિવિલ હોસ્પિટલને ત્રણ,SOTTO કમિટી અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટને એવોર્ડ એક એક એવોર્ડ મળ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 123 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા છે. કુલ 397 અંગો 377 જરૂરિયાતમંદને નવજીવન મળ્યું છે. છેલ્લા 5 વર્ષમાં 1207 અંગદાન અને 3673 ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં અંગદાનના 42 ટકા અંગદાન સરકારી સંસ્થામાં અને 67 ટકા સરકારી સંસ્થામાં કરવામાં આવી રહ્યા છે.


અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ રિટ્રાઇવલ સેન્ટર, બ્રેઇનડેડ કમિટી માટે તેમજ સિવિલ હોસ્પિટલના જ આર.એમ.ઓ. ડૉ. સંજય સોલંકીને બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર માટે એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.  અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષમાં ૧૨૩ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં ૩૯૭ અંગો સફળતાપૂર્ણ રિટ્રાઇવ કરીને ૩૭૭ જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું છે. 


બ્રેઇડેડ વ્યક્તિના પરિવારજનો, સ્વજનોને અંગદાન માટે સમજાવવા તેમની સંમતિ લેવા માટે કાઉન્સેલિંગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. સંજય સોલંકીએ આ ભૂમિકા ખૂબ જ બખૂબી નિભાવી છે, જેના પરિણામે દેશની અંગદાન ક્ષેત્રના મહત્ત્વના એકમ NOTTO દ્વારા બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર તરીકે તેમનું બહુમાન કરવામાં આવ્યું છે.  વર્ષ ૨૦૧૯માં રાજ્યમાં SOTTOની સ્થાપના કરવામાં આવી. સોટ્ટોની સ્થાપના બાદ કોરોનાકાળના બે વર્ષની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ SOTTOના કન્વિનર ડૉ. પ્રાંજલ મોદીના માર્ગદર્શન હેઠળ પાંચ વર્ષમાં ૧૨૦૭ અંગદાન અને ૩૬૭૩ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. હાલ રાજ્યમાં કુલ રિટ્રાઇવલના ૪૨% સરકારી સંસ્થામાં અને ૬૮ % ટ્રાન્સપ્લાન્ટ સરકારી સંસ્થામાં કરવામાં આવી રહ્યા છે. 


SOTTO દ્વારા કરવામાં આવી રહેલી આ કામગીરી બદલ બેસ્ટ ઇમર્જિંગ સ્ટેટ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન  તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું છે.  રાજ્યમાં અંગદાનની જનજાગૃતિને રાજ્યવ્યાપી બનાવવા અને રાજ્યમાં ગ્રામ્ય સ્તર સુધી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા અંગદાનની ઝૂંબેશને જન આંદોલનમાં ફેરવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર દિલીપ દેશમુખ(દાદા)ની સંસ્થા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટનું બેસ્ટ ઇમર્જિંગ NGO કેટેગરીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 


ગુજરાત રેડ ક્રૉસને સૌથી વધુ બ્લડ કલેક્શન કરવા બદલ મળ્યો નેશનલ એવૉર્ડ


 ગુજરાત રેડ ક્રૉસને સૌથી વધુ બ્લડ કલેક્શન કરવા માટે ભારતના રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાએ દેશમાં સૌથી વધારે સ્વેચ્છિક રક્તદાન એકત્રિત કરવા બદલ શિલ્ડ મેળવ્યુ છે. 17 જલાઇ 2023ના દિવસે રાષ્ટ્પતિ  ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત દેશના રાષ્ટ્રપતિ અને ઇન્ડિયને રેડ ક્રૉસ સોસાયટીની વાર્ષિક સામાન્ય સભામાં ભારતના રાષ્ટ્રપતિ અને ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટીના પ્રમુખ દ્રૌપદી મુર્મૂના હસ્તે ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટીના ચેરમેન મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં બ્લડ ડૉનેશન શિલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 


ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા વતી ગુજરાત રેડ ક્રૉસના વાઇસ ચેરમેન અજયભાઇ દેસાઇ દ્વારા આ શિલ્ડ સ્વીકારવામાં આવ્યો હતો. ગુરજરાત રેડ ક્રૉસના ચેરમેન અજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાત રેડ ક્રૉસે સ્વૈચ્છિક બ્લડ ડૉનેશન સેવાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, અને અન્ય તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યુ છે. ગુજરાતના રક્ત દાતાઓએ બ્લડ ડૉનેશન ઝૂંબેશમાં જે સાથ અને સહકાર આપ્યો છે તે અભૂતપૂર્વ છે તેઓના ગુજરાત રેડ ક્રૉસ વતી હુ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છુ. આવનારા દિવસોમાં ગુજરાત રેડ ક્રૉસ બ્લડ ડૉનેશન ક્ષેત્રે અને સાથો સાથે અન્ય સેવાકીય ક્ષેત્રોમા હજુ વધારે સારી કામગીરી કરશે.