ગુજરાત ટાઈટન્સની ટીમનો અમદાવાદમાં રોડ શો, હાર્દિક પંડ્યાને જોવા લોકો ઉમટી પડ્યા

ગુજરાત ટાઈટન્સની ટીમ અમદાવાદમાં રોડ શો યોજશે. આ રોડ શો ઉસ્માનપુરાથી લઈ રિવર ફ્રન્ટ ખાતે યોજાઇ શકે છે. આજે સાંજે 5.30 કલાકે ઉસ્માનપુરા રિવર ફ્રન્ટથી વિશ્વકુંજ રિવર ફ્રન્ટ સુધીનો રોડ શો યોજાશે.

gujarati.abplive.com Last Updated: 30 May 2022 06:22 PM
રોડ શોના રુટ પર આતશબાજી અને ગરબાની રમઝટ

ગુજરાત ટાઈટન્સની ભવ્ય જીત બાદ અમદાવાદ શહેરના રસ્તાઓ પર ટીમનો  રોડ શો ચાલી રહ્યો છે. રોડ શોના રુટ પર આતશબાજી અને ગરબાની રમઝટ છે.  ક્રિકેટરોને જોવા લોકો ઉમટી પડ્યા છે. 

ડબલ ડેકર બસમાં ટીમના ખેલાડીઓ સવાર થયા

ડબલ ડેકર બસમાં ટીમના ખેલાડીઓ સવાર થયા છે. હાર્દિક પંડ્યા રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન કરી રહ્યા છે. 

રોડ શોને જોવા માટે ક્રિકેટ રસીકો ઉમટી પડ્યા

ગુજરાત ટાઈટન્સના રોડ શોને જોવા માટે ક્રિકેટ રસીકો ઉમટી પડ્યા છે.  રસ્તા પર ગરબાની રમઝટ જોવા મળી રહી છે. હયાત હોટલથી રોડ શો શરુ થયો છે. 

હાર્દિક પંડ્યાને જોવા માટે લોકો ઉમટી પડ્યા

હાર્દિક પંડ્યાને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે. વિજેતા ટ્રોફી અને ક્રિકેટરોને જોવા માટે ભીડ ઉમટી છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ સાથે મુલાકાત બાદ ગુજરાત ટાઈટન્સની ટીમનો અમદાવાદમાં રોડ શો. 

રોડ શોને લઈ લોકોમાં ભારે ઉત્સાહ

ગુજરાત ટાઈટન્સ ટીમના રોડ શોને લઈ લોકોમાં ભારે ઉત્સાહ છે. લોકો મોટી સંખ્યામાં રોડ પર ઉમટી પડ્યા છે. રોડ શો દરમિયાન ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

બ્રેકગ્રાઉન્ડ

ગુજરાત ટાઈટન્સની ટીમ અમદાવાદમાં રોડ શો યોજશે. આ રોડ શો ઉસ્માનપુરાથી લઈ રિવર ફ્રન્ટ ખાતે યોજાઇ શકે છે. આજે સાંજે 5.30 કલાકે ઉસ્માનપુરા રિવર ફ્રન્ટથી વિશ્વકુંજ રિવર ફ્રન્ટ સુધીનો રોડ શો યોજાશે.  IPLની ટ્રોફી સાથે ગુજરાત ટાઇટનની ટીમ ઓપન બસમાં રોડ શો કરશે. રોડ શો દરમિયાન ગરબાની રમજટ પણ જોવા મળશે.


ગુજરાત ટાઈટન્સ ટીમના રોડ શોને લઈ લોકોમાં ભારે ઉત્સાહ છે. લોકો મોટી સંખ્યામાં રોડ પર ઉમટી પડ્યા છે. રોડ શો દરમિયાન ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યાને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે. વિજેતા ટ્રોફી અને ક્રિકેટરોને જોવા માટે ભીડ ઉમટી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.