અમદાવાદઃ બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. આખા રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગઈ કાલે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થયા પછી આજે બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. આજે સવારે સુરત વાતાવરણમાં પલટો આવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. સુરતના અઠવાલાઇન્સ, પારલે પોઇન્ટ,પીપલોદ, પાલ, અડાજણ,યુનિવર્સિટી રોડ સહિત અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ.


વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદને લઈ શાકભાજી અને કેરીના પાકને ભારે નુકસાનની ભિતી સેવાઇ રહી છે. હવામાન વિભાગ ની આગાહી ના પગલે 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. નવસારી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદી છાંટા પડવાની શરૂઆત. નવસારી શહેર જલાલપોર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા.  કેરી, લીંબુ, ડાંગર જેવા પાકોને નુકસાન થવાની ભીતિ છે. પવન સાથે વરસાદ આવતા મહદંશે ગરમીનો પારો ગગડયો.


વડોદરામાં વાતાવરણમાં મોડી રાત્રે આવ્યો હતો અચાનક પલટો. અનેક વિસ્તારમાં છાંટા પડ્યા હતા. જૂનાગઢના ભવનાથમાં રાત્રીના સમયે કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદી ઝાપટાથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ભવનાથ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલથી ઠંડક. કમોસમી વરસાદથી ખેડૂતોની  ચિંતામાં વધારો થયો છે. 


આજે સવારથી રાજપીપલા શહેર માં વાદળછાયુ વાતાવરણ છે. વાદળછાયુ વાતાવરણ  વચ્ચે વરસાદી નાનું ઝાપટું  પડ્યું હતું કેરી અને અન્ય પાકો બગડીજવાની ભીતિ છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો. દાહોદમા વાદળછાયું વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી છાટા પડ્યા. સંજેલી દાહોદમાં કમોસમી વરસાદી વરસાદી છાંટા. દાહોદ શહેરમા રાત્રી દરમિયાન વરસાદી છાંટા પડ્યા. 


ભાવનગર જિલ્લામાં બે દિવસ માવઠાંની આગાહીને પગલેે વાતાવરણમાં પલટો આવ્યો. મોડી રાત્રીના સમયે અને વહેલી સવારે કમોસમી વરસાદ શહેર અને જિલ્લામાં થયો છે. ભર ઉનાળે અષાઢી જેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે, વરસાદી વાદળોથી આકાશ ઘેરાયું. ઉનાળામાં માવઠાંની આગાહી અને આજે બદલાયેલા વાતાવરણે ખેડૂતોને પાકના નુકશાની જવાની ભીતિ ઉભી કરી દીધી છે. માવઠાના કારણે ઊભો પાક અને બાગાયતી પાકને પુષ્કળ પ્રમાણમાં ભાવનગર જિલ્લામાં નુકસાન થશે.



મહીસાગર જિલ્લામાં વાતાવરણ આવ્યો પલટો. વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળો ઘેરાયા જગતનો તાત બન્યો ચિંતિત. ગત રાત્રે ગાજવીજ સાથે વરસાદી છાટા પડ્યા. જિલ્લામાં 17342 હેકટરમાં મકાઈ,બાજરી,મગફળી શાકભાજી અને ઘાસચારાનું કરવામાં આવ્યું છે વાવેતર. કમોસમી વરસાદ થાય તો વાવેતર કરેલ પાકને નુકસાનની ભીતિ.