અમદાવાદઃ UGCએ અનામત નીતિની જોગવાઇનું ચુસ્તપણે પાલન કવરા માટે GTUએ તમામ કોલેજોને પાલન કરવા માટે આદેશ આપ્યો છે. SC-ST અનામત જગ્યાઓને અરસ પરસ ટ્રાંસફર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ નિયમનું ચુસ્ત પાલન થયા બાદ ગુજરાતમાં પ્રથમ વખત SC-STનું અડમિશન અરસ પરસ થશે.
પ્રવેશ અને ભરતી અનામત નીતિનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે. SC આયોગની ફટકાર બાદ GTUનો આ મહત્વનો નિર્ણય છે. શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીઓને આ મામલે પગલા લેવા માટે આદેશ કર્યો છે.