Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી છૂટો છવાયો વરસાદ પડશે. આગામી 3 કલાકમાં અનેક જીલ્લાઓમાં વરસાદ ખાબકશે. દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, મહેસાણા, ગીર સોમનાથ, મહીસાગર, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, કચ્છ બનાસકાંઠા, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, આણંદ અને વડોદરા વરસાદ  પડી શકે છે.


સૌરાષ્ટ્રના છ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ


રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 75.63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  સૌથી વધુ કચ્છમાં 134 ટકા, તો સૌરાષ્ટ્રમાં  108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 56 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 43 તાલુકામાં  40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 94 તાલુકામાં 20થી 40 ઈંચ, તો 104 તાલુકામાં 10થી 20 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.રાજ્યના 206 જળાશયો પૈકી 122 જળાશયો હાઈએલર્ટ પર છે  છે તો  86 જળાશયો હાઈએલર્ટ પર છે. 20 જળાશયો એલર્ટ અને તો 16 જળાશયો વોર્નિંગ પર છે. જ્યારે 84 જળાશયોમાં 70 ટકાથી વધુ જળસંગ્રહ છે. 


IMD દ્વારા આજે જાહેર કરાયેલી આગાહી મુજબ શનિવાર અને રવિવારે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.  આ દરમિયાન રાજ્યમાં  128 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં સૌથી વધુ સવા આઠ ઈંચ વરસાદ નોંધાયો છે.


ક્યાં કેટલો વરસાદ



  • છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં સવા 8 ઈંચ વરસાદ

  • છોટા ઉદેપુરના બોડેલીમાં આઠ ઈંચ વરસાદ

  • પંચમહાલના જાંબુઘોડામાં છ ઈંચ વરસાદ

  • છોટા ઉદેપુર તાલુકામાં ચાર ઈંચ વરસાદ

  • નર્મદાના તિલકવાડામાં પોણા ચાર ઈંચ વરસાદ

  • છોટા ઉદેપુરના સંખેડામાં પોણા ચાર ઈંચ વરસાદ

  • વડોદરાના સિનોરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

  • વડોદરાના ડભોઈમાં સવા બે ઈંચ વરસાદ

  • વલસાડના કપરાડામાં સવા બે ઈંચ વરસાદ

  • આણંદના બોરસદમાં પોણા બે ઈંચ વરસાદ

  • છોટા ઉદેપુરના નસવાડીમાં પોણા બે ઈંચ વરસાદ

  • ગરુડેશ્વરમાં પોણા બે ઈંચ, તો આણંદમાં દોઢ ઈંચ વરસાદ

  • સુબીર, હાલોલ, બારડોલીમાં સવા સવા ઈંચ વરસાદ

  • ક્વાંટ, વઘોડીયા, સંખેશ્વરમાં એક એક ઈંચ વરસાદ

  • આંકલાવ, રાપર, કરજણ, મહુધામાં પોણો પોણો ઈંચ વરસાદ

  • વાલોડ, ગરબાડા, વિસનગરમાં પોણો પોણો ઈંચ વરસાદ

  • પેટલાદ, મહેમદાવાદ, સોનગઢ, વ્યારામાં અડધો ઈંચ વરસાદ

  • સરસ્વતી, બેચરાજી, નવસારી, નાંદોદ, ધાનપુરમાં અડધો ઈંચ વરસાદ

  • વાપી, ડેડિયાપાડા, વિજયનગરમાં અડધો ઈંચ વરસાદ