અમદાવાદઃ રાજ્યમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસરને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. જોકે, આગામી પાંચ દિવસમાં ક્યાંય કમોસમી વરસાદની સંભાવના નથી.રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે.


એટલું જ નહીં, હવામાન વિભાગે આગાહી કરી છે કે, ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, તેમ હવામાન વિભાગના મનોરમા મોહંતીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં ક્યાંય કમોસમી વરસાદની સંભાવના નથી.