Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. જે મુજબ આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ અને પાંચમાં દિવસે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.
આગામી 5 ક્યાં પડશે વરસાદ
દિવસ 1: બનાસકાંઠા , સાબરકાંઠા , ગાંધીનગર , અરવલ્લી , અમદાવાદ , પંચમહાલ , દાહોદ , મહીસાગર , સુરત , ડાંગ , નવસારી , વલસાડ , તાપી , દમણ , દાદરાનગર હવેલી , ગીર સોમનાથ , દિવ , કચ્છના અમુક વિસ્તારોમાં
- દિવસ 2: બનાસકાંઠા , સાબરકાંઠા , અરવલ્લી , વડોદરા , છોટાઉદેપુર , ભરૂચ , સુરત , ડાંગ , નવસારી , તાપી , દમણ , અમરેલી , ભાવનગર , ગીરસોમનાથ , દિવ
- દિવસ 3: બનાસકાંઠા , સાબરકાંઠા , અરવલ્લી , વડોદરા , છોટાઉદેપુર , ભરૂચ , સુરત , ડાંગ , નવસારી , તાપી , દમણ , જૂનાગઢ , અમરેલી , ગીરસોમનાથ , ભાવનગર , દિવ
- દિવસ 4: અમુક જિલ્લાઓમાં થશે ભારેથી અતિભારે વરસાદ. ડાંગ , નવસારી , તાપી , વલસાડ , દમણ , દાદરા નગર હવેલી , પોરબંદર , જૂનાગઢ , અમરેલી , ભાવનગર , ગીર સોમનાથ , બોટાદ
- દિવસ 5: અમુક જિલ્લાઓમાં થશે ભારેથી અતિભારે વરસાદ. ડાંગ , નવસારી , તાપી , વલસાડ , દમણ , દાદરા નગર હવેલી , પોરબંદર , જૂનાગઢ , અમરેલી , ભાવનગર , ગીર સોમનાથ , બોટાદ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કર્યુ છે આંકલન
ચોમાસાની આ ઋતુમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેચાતા રાજ્યના ખેડૂતોની ચિંતા વધી છે. જોકે ખેડૂતોની ચિંતા ઘટે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ, આગામી 17 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. અંબાલાલ પટેલના કહેવા મુજબ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત સહિત કચ્છના ભાગોમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચાર ઇંચ કે તેથી વધુ , સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ૪ થી ૬ ઈંચ તથા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ એક થી બે ઇંચ વરસાદ વરસી શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે થવાની શક્યતા છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સાનુકૂળ વાતાવરણ સર્જાતા વરસાદના પગલે ગુજરાતના ખેડૂતોની ચિંતા દૂર થશે. 14 સપ્ટેમ્બર સુધી નવી સીસ્ટમ બનશે, જે મધ્ય પ્રેદેશ તરફ ખેંચાતા ગુજરાતમાં વરસાદ આવશે. 13 સપ્ટેમ્બર બાદ ઉત્તરા ફાલ્ગુનીનો વરસાદ ખેતી માટે સારો રહેશે. ઉપરાંત નવરાત્રી તહેવાર દરમિયાન પણ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદનું પ્રમાણ રહેશે.
આ પણ વાંચોઃ