Gujarat Weather Updates: રાજ્યમાં આગામી 5 દિવસ (heatwave) ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગના (weather department forecast) જણાવ્યા મુજબ, 24 કલાક માટે અમદાવાદ (red alert in Ahmedabad) અને ગાંધીનગરમાં રેડ એલર્ટ (red alert in Gandhinagar) રહેશે. અમદાવાદ, ગાંધીનગર 46 ડિગ્રી સૌથી વધી તાપમાન રહ્યું છે. દીવ, ભાવનગર, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગર હિટવેવ વધુ રહેશે. વડોદરા અને છોટા ઉદેપુર હિટવેવ રહેશે. 100 વર્ષમાં વર્ષ 2016માં 20 મે અમદાવાદનું 48 ડિગ્રી તાપમાન રહ્યું હતું.વર્ષ 2016 બાદ શહેરમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં 46.6 ડિગ્રી નોંધાઇ હતી. રાજ્યના મોટાભાગના જિલ્લામાં 45ને પાર તાપમાન પહોંચ્યું છે. હવામાન વિભાગે પણ ગરમીન લઇને પાંચ જિલ્લામાં રેડ એલર્ટ તો અન્ય 20 જિલ્લામાં યલો એલર્ટ (yellow alert) આપ્યું છે.


કાળઝાળ ગરમીના પગલે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. હીટવેવના પગલે ગુજરાતમાં તમામ કોચિંગ ક્લાસ પાંચ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે પણ હજુ આગામી પાંચ દિવસ હિટવેનની આગાહી કરતા રેડ એલર્ટ આપ્યું છે, ત્યારે આ સમયે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરતા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને મહત્વનો નિર્ણય લેતા આગામી 5 દિવસ રાજ્યમાં કોચીંગ કલાસ  બંધ રાખવાનો નિર્ણય લીધો છે.


હીટવેવને લીધે ગુજરાતનો 80 ટકા વધુ વિસ્તાર અગનભઠ્ઠીમાં ફેરવાયો છે. હજુ એક સપ્તાહ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત નહીં.. હજુ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો થઈ શકે તેવી આગાહી છે. કચ્છ-સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ તો ચાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ, તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને ગીર સોમનાથમાં ગરમીનું યલો એલર્ટ છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ છે. જેમા  બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીનો સમાવેશ થાય છે. 


મધ્ય ગુજરાતના પાંચ તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામં આવ્યું છે. ખેડા,આણંદ,વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, સુરત અને વલસાડમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. . તો ભરૂચ અને નવસારીમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આજે પણ આકાશમાંથી અગનવર્ષા વરશસે. અમદાવાદ અને ગાંધીનગરમાં  ગરમીને લઈને રેડ એલર્ટ અપાયું છે. ગરમીની સ્થિતિને જોતા  આકરા તાપથી બચવા માટે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ  કરવામાં આવી છે.