અમદાવાદ: દેશભરમાં રંગોના તહેવાર હોળી-ધૂળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. બોલિવૂડ સ્ટાર્સથી લઈને ટોલિવૂડ સ્ટાર્સે પોતાના મિત્રો અને પરિવાર સાથે રંગોથી રંગાઈને ધૂળેટીની ઉલ્લાસભેર ઉજવણી કરી. ત્યારે ગુજરાતી સેલિબ્રિટીઝે પણ હોળીના પર્વની ધૂમધામથી ઉજવણી કરી મજા માણી હતી. જેની તસ્વીરો સામે આવી છે.