અમદાવાદ: જાણીતા ગુજરાતી ફિલ્મમેકર અને અભિનેતા આશિષ કક્કડનું આજે કોલકાતામાં હાર્ટ અટેકથી નિધન થયું હતું. આશિષ કક્કડે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાઈટર, એક્ટર, ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

આશિષ કક્કડે 2016માં 'મિશન મમ્મી' નામની ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. 2010માં તેમણે 'બેટર હાફ' ફિલ્મમાં કામ કર્યું હતું.

ગુજરાતી ફિલ્મ "બેટર હાફ" સહીત અનેક ફિલ્મોના જાણીતા દિગ્દર્શક આશિષ કક્કડ તેમના દિકરાના જન્મદિવસની ઉજવણી કરવા અમદાવાદથી ખાસ કોલકાત્તા ગયા હતા. જે 6 નવેમ્બરે પરત આવવાના હતા. આજે બપોરે તેમના દુઃખદ અવસાનના સમાચાર જાણીને સમગ્ર કલા જગતમાં શોકનો માહોલ છે.