પીએમ મોદીએ શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું કે “જેમની કોલમ સવારને માહિતીસભર કરી દે એવા કટારલેખક અને પત્રકાર શ્રી કાંતિ ભટ્ટના નિધનથી વાચક જગતને મોટી ખોટ પડી છે. એમણે જે વિપુલ પ્રમાણમાં લેખન કર્યું છે એનાથી વર્તમાન પત્રકારિતા અને વાંચતું ગુજરાત સમૃધ્ધ બન્યું છે.”
કાંતિ ભટ્ટનો જન્મ 1931માં ભાવનગર જિલ્લાના સાંચરા ગામમાં થયો હતો. તેમણે 1952માં વડોદરાની એમએસ યુનિવર્સિટીમાઁથી વાણિજ્યના સ્નાતકની પદવી મેળવી હતી. 1966માં તેઓએ મુંબઈમાં પત્રકાર તરીકે કાર્ય શરૂ કર્યું. 1967માં તેઓ વ્યાપારના સહ-સંપાદક તરીકે હતા. ત્યારબાદ ગુજરાતીના અનેક સામયિકોમાં કામ કર્યું અને અખબારોમાં લેખો અને કટારલેખ લખતા હતા.