Gujarat Politics: વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષ પલટાની મૌસમ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર કચ્છના નેતા હાજી જુમા રાયમાએ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનકોંગ્રેસના નેતા પ્રમોદ શર્મા સામે કાર્યવાહી ન થતાં તેમણે રાજીનામુ આપ્યું હતું. નોંધનિય છે કે, ભાજપ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં પ્રમોદ શર્માએ રેલી યોજી હતી. જેનો હાજી જુમા રાયમાએ વિરોધ કર્યો હતો અને કોંગ્રેસ આલાકમાનને પ્રમોદ શર્મા સામે કાર્યવાહી કરવા અપિલ કરી હતી, જો કે કોઈ કાર્યવાહી ન થતા તેમણે નારાજ થઈને રાજીનામું આપી દીધું હતું. હાજી જુમા રાયમા આગામી દિવસોમાં વિધિવત રીતે આપમાં જોડાશે તેવી વાસ સામે આવી છે. જુમા રાયમાની અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાતથી કચ્છના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
Amit Shah on Gujarat Riots 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં 2002ના ગુજરાત રમખાણો અંગે ઘણા મોટા ખુલાસા કર્યા હતા. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સંતોષ વ્યક્ત કર્યો હતો. શાહે આના પર કહ્યું કે સુપ્રીમ કોર્ટે પીએમ મોદી પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા. પીએમ મોદી પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા. જેમણે આવું કર્યું તેમણે હવે માફી માંગવી જોઈએ. કારણ કે મોદીજી હંમેશા કાયદાનું સમર્થન કરે છે.
ભગવાન શંકરની જેમ પીધું ઝેર
અમિત શાહે કહ્યું કે, 18-19 વર્ષની લડાઈ, દેશના આટલા મોટા નેતા એક પણ શબ્દ બોલ્યા વિના, ભગવાન શંકરના ઝેરની જેમ ગળામાં લઈને તમામ દુ:ખો સામે લડતા રહ્યા. આજે જ્યારે સત્ય આખરે સોનાની જેમ ચમકી રહ્યું છે ત્યારે હવે આનંદ આવી રહ્યો છે. મેં મોદીજીને નજીકથી આ પીડાનો સામનો કરતા જોયા છે કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી તેથી જો બધું સાચું હશે તો પણ અમે કંઈ કહીશું નહીં.. ફક્ત ખૂબ જ મજબૂત મનનો માણસ જ આ સ્ટેન્ડ લઈ શકે છે.