અમદાવાદઃ આજે અમદાવાદના 611મો સ્થાપના દિવસ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાપના દિવસની શુભકામના પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને શુભકામના પાઠવતા લખ્યું છે કે, વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે સુવિખ્યાત અમદાવાદ શહેરના ૬૧૧માં સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ.કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું. અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે.






 


જાહોજલાલી અને સમૃદ્ધિ નું  શહેર એટલે અમદાવાદ . અમદાવાદનો આજે 611મો સ્થાપના દિવસ. માણેકનાથ બાવાની સમાધીએ 13મી પેઢી કર્યું પૂજન. દર વર્ષે પરંપરાગત માણેકચોક ખાતે માણેકબાવાની સમાધિએ થાય છે પૂજન. અમદાવાદ મેયર કિરીટ પરમાર  ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટએ કર્યુ પૂજન. અમદાવાદની સ્થાપનાની પ્રથમ ઈંટ મુકનાર માણેકબાવા હતા.



ભાવનગરથી સિંહ અમદાવાદ પંથક પહોંચી ગયો, ગુંદાળામાં એક વ્યક્તિ પર કરી દીધો હુમલો 

ભાવનગરઃ ગઈ કાલે ભાવનગરના ભાલ પંથકમાંથી સિંહ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના જંગલોમાં પહોંચ્યો હતો. ગઈ કાલે ગુંદાળા ગામે એક વ્યક્તિને સિંહે ઇજા પહોંચાડી હતી. અમદાવાદ જિલ્લાના ધોલેરા પંથકના બાવળિયારી સહિતના પંથકમાં સિંહનું લોકેશન જોવા મળ્યું હતું. જોકે આજે ફરી સિંહ ભાવનગરના વલભીપુરના ભાલ પંથકના જંગલ વિસ્તારમાં પરત ફર્યો છે.  


વન્યપ્રાણી તજજ્ઞોના મતે સિંહના નવા રહેણાંક માટે આ રીતનું વર્તન કરતા હોય છે. તેને વાતાવરણ અનુકુળ ન આવતા તે તેની મૂળ જગ્યા જતો રહેતો હોય છે.  ભાલના જંગલ વિસ્તારમાંથી  પણ તે તેની મૂળ જગ્યા જતો રહેશે તેવી શક્યતા.