Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આરોગ્ય સહાય કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં દેશ-વિદેશમાં વસતા હરી ભક્તો આ પ્રમુખસ્વામી નગરની મુલાકાતે આવતા હોય ત્યારે ઈમરજન્સી માટે આ આખો આરોગ્ય સહાય કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. જેમાં ડેન્ટલ ફિઝિયોથેરાપી જનરલ ઓપીડી, ફાર્મસી, લેબોરેટરી જનરલ વોર્ડ આઈસીયુ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં 17 જેટલી એમ્બ્યુલન્સ સેવા પણ તેનાત કરવામાં આવી છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં બે આરોગ્ય સહાય કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે અને અહીં બ્લડ ડોનેશન પણ કરવામાં આવી રહ્યું છે. 550 થી પણ વધુ ડોક્ટર્સ અહી શતાબ્દી મહોત્સવમાં પોતાની સેવા બજાવી રહ્યા છે.


પાવાગઢ પાસે અકસ્માતમાં જાણીતા મહંતનું નિધન


પાવાગઢ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગોધરાનાં મહંતનું નિધન થયું છે. ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ આપવા પાવાગઢ પહોંચેલા ગોધરાના શિવ લક્ષ્મીનારાયણ મંદિરના મહંતનું મોત નિધન થયું છે. પાવાગઢ રોડ પાસે પુર ઝડપે પસાર થઈ રહેલ કાર ચાલકે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાતા હતો જેમાં મહંત ધનુષધારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગોધરાના બાવાની મઢીના મંદિરના 71 વર્ષીય મહંત ધનુષધારીજીના મૃત્યુથી અનુયાયીઓમાં શોકની લાગણી છવાઇ છે. મહંતના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.


લોક કલાકાર દેવાયત ખવડ આખરે ક્રાઇમ બ્રાન્ચમાં થયા હાજર


દેવાયત ખવડ આજે દસ દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા છે. નજીવી બાબતે દેવાયત ખવડે મયુર રાણા પર કર્યો હતો  હુમલો દેવાયત ખવડ આજે દસ દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા છે. નજીવી બાબતે દેવાયત ખવડે મયુર રાણા પર  હુમલો કર્યો હતો. કારમાંથી ઉતરીને લાકડીઓ પડે દેવાયત ખવડે સહિતના અન્ય ત્રણ શખ્સોને મયુર રાણાને રસ્તા પર ઢોર માર માર્યો હતો. આ ઘટનાના વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. ઘટના બાદ ક્ષત્રિય સમાજ સતત દેવાયત ખવડની ઘરપકડ માટે રજૂઆત કરી હતી. આ મામલે ક્ષત્રિય સમાજે દેખાવો પણ કર્યાં હતા. હુમલાની ઘટના બાદ દેવાયત ખવડ દસ દિવસથી ફરાર હતા આજે આખરે તેઓ ડીએસપી સમક્ષ હાજર થયા છે.


82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે કહી ભુવાએ કર્યું આવું