Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે abp asmita એ વાત કરી પ્રમુખ સ્વામીજીને ખૂબ નજીકથી જાણનાર અને તેમના હૃદય સુધી પહોંચનાર એવા ડોક્ટર તેજસ પટેલ સાથે. ડોક્ટર તેજસ પટેલ અને તેમની ટીમે પ્રમુખ સ્વામીની બાયપાસ સર્જરી કરી હતી.  ડોક્ટર તેજસ પટેલને આજે પણ તેમને કરેલ સર્જરીની યાદગીરી ભૂલ્યા નથી. ડોક્ટર તેજસ પટેલના જણાવ્યા અનુસાર ઘણા મોટા અને મહત્વના વ્યક્તિઓની સારવાર - ઈલાજ કરવાનો થયું. પરંતુ પ્રમુખ સ્વામીજી આદર્શ દર્દી હતા અને દિવ્ય વ્યક્તિત્વ હતા, જેમની સારવાર કરવાનું સદભાગ્ય તમને મળ્યું હતું.


પ્રમુખ સ્વામીજીની સારવાર કરનાર ડોક્ટર તેજસ પટેલ બાપા સાથેના ઘણા અનુભવો શેર કર્યા છે. તેમણે કહ્યું કે, નાનો હતો ત્યારથી જ એમને અવારનવાર મળવાનું થતું હતું. ૧૦મા ધોરણમાં હતો ત્યારે જે પ્રેમ હતો એ જ પ્રેમ અંતિમ દિવસો સુધી કાયમ રહ્યો. પ્રમુખ સ્વામીને ડોક્ટરો પર અતૂટ વિશ્વાસ હતો. જ્યારે એમની બાયપાસ સર્જરી કરવાની હતી ત્યારે બધા ટેન્શનમાં હતા, પરંતુ એક માત્ર પ્રમુખ સ્વામી ચિંતા મુક્ત હતા. અમેરીકાના રોબિન્સ વિલેમાં અક્ષરધામનુ શિલાન્યાસ કરવાનું હતું ત્યારે તેમને ત્યાં લઈ જવા એ મોટો પડકાર હતો. પરંતુ સ્વામીજીએ હરિભક્તોને વચન આપ્યું હતું. સ્વામીજીને ત્યાં લઈ જવાએ મોટો પડકાર અને જોખમ હતુ પરંતુ તેમને એ પડકાર ઝીલી લીધો હતો.


ગુજરાતી ન ભણાવતી શાળા સામે કોર્ટની લાલ આંખ


પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતી ફરજિયાત ભણાવવાની માંગની અરજી મામલે કોર્ટે સરકારને મહત્વની ટકોર કરી છે. ભય વિના પ્રીત નહિ.. જે બોર્ડ ગુજરાતી ભણાવવાનો ઇન્કાર કરે એમની સામે લેવાશે પગલાં. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાની માંગ સાથે થયેલી અરજી પર કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું કે, ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાનો સરકારનો જ નિર્ણય છે તો તેની અમલવારી કરાવવામાં સરકાર લાચારી ના બતાવે. જે શિક્ષણ બોર્ડ ગુજરાતમાં કાર્યરત રહેવા માંગતા હોય તેમણે સરકારની નીતિનું ચુસ્તપણે પાલન કરવું પડશે તેવી વાત પણ હાઇકોર્ટે કરી હતી. ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડને પણ રાજ્ય સરકારની નીતિ લાગુ પડે છે. કોર્ટે સરકારને માર્મિક ટકોર કરતા કહ્યું કે, ભય વિના પ્રીત નહિ.


અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું


જે બોર્ડ ગુજરાતી ભાષા પોતાના અભ્યાસક્રમમાં સામેલ ન કરતા હોય તેમની સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. રાજ્ય લાચાર હોઈ શકે નહીં પરંતુ તેમ છતાં જો સરકારને અમલવાદી કરાવવામાં લાચારી લાગતી હોય તો કોર્ટ જરૂરી હુકમ કરશે. માતૃભાષાનું ભણતર એ બાળકનો અધિકાર. તો બીજી તરફ સરકારની કોર્ટમાં રજૂઆત.. રાજ્યની તમામ શાળાઓએ પોતે ગુજરાતી ભાષા ભણાવે છે તેવું સર્ટિફિકેટ રજુ કરવાનું રહેશે. સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસેથી માહિતી એકત્રિત કરીને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરાશે તેવી સરકારની રજૂઆત. અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું.  અરજદારની જાણકારી પ્રમાણે 14 એવી શાળાઓ છે જે પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષા ભણાવતી નથી. આ સિવાય અન્ય શાળાઓમાં પણ આવી સ્થિતિ હોવાની રજૂઆત અરજદારની છે. હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી 'માતૃભાષા અભિયાન' સંસ્થાએ કરી છે.