CORONA VIRUS: રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે મળેલી કેબિનેટ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી.  ઋષિકેશ પટેલે કહ્યું કે, આગામી 5 વર્ષની ગુજરાતની પ્રગતિ માટે ચર્ચા થઈ છે. એક વર્ષ અને 2 વર્ષની અંદર કેવી રીતે વિકાસના કર્યો કરવા તે અંગે ચર્ચા થઈ. રાજ્યપાલ દ્વારા વિદ્યાપીઠમાં સફાઈ માટેનો દિશા નિર્દેશ કર્યો તે અંગે ચર્ચા થઈ.


કોરોના નિયમો અંગે આરોગ્ય મંત્રીએ મહત્વનું નિવેદન


કોરોના નિયમો અંગે આરોગ્ય મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે. મનસુખભાઈએ વાત કરી કે, કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર ગાઈડલાઈન છે એનુ પાલન કરીએ. ગુજરાતમાં દૈનિક કેસોની સંખ્યા ઓછી છે. કુલ એક્ટિવ 27 જેટલા કેસ છે. આપણા તહેવારોમાં પણ કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર લાગુ કરાશે. કોવિડ સંક્રમણ નજીક આવે એવુ લાગે તો કેંદ્ર સરકાર કહેશે તેમ કરીશુ.


યુનિવર્સિટીમાં દર 15 દિવસે સફાઈ અભિયાન


રાજ્યની દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં દર 15 દિવસે સફાઈ અભિયાન હાથ ધરવાનું નક્કી કરાયું છે. સફાઈ અભિયાન માટે નોડલ ઓફિસરની નિમણુક પણ કરવામાં આવશે. આરોગ્યમાં 5 લાખ રુપિયાની સુવિધાને 10 લાખ સુધી ઝડપથી લઈ જવાની ચર્ચા થઈ છે. દેવભૂમિ દ્વારકા કોરિડોર ઝડપથી બને તે માટેની ચર્ચા બાદ આદેશ આપવામાં આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની સૌથી મોટી પ્રતિમા બનાવવામાં આવશે. આગામી જન્માષ્ઠમી સુધીમાં ભૂમિપૂજન કરવામાં આવશે. આ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટી બનશે જેમાં સચિવો રહેશે.


ફેમિલી કાર્ડનો વિષય પણ ચર્ચામાં છે: પટેલ 


દરેક પરિવારને આરોગ્યની યોજનાનો લાભ મળે તે માટે યુનિક કાર્ડની યોજના અમલમાં આવશે. લોકસંપર્ક પહેલ દ્વારા ફરિયાદ નિવારણ માટેનું મિકેનીઝમ ઉભુ કરવામાં આવશે. 2003થી શરૂ થયેલો સ્વાગત કાર્યક્રમ છેવાડાના ગામ સુધી ટેકનોલોજીના માધ્યમથી લઈ જવાશે. દર પખવાડિયે સ્થાનિક કક્ષાએ ફરિયાદોનું નિરાકરણ લાવવા આ કાર્યક્રમ શરૂ થશે. સ્કેલ હાયર અને ટેકનિકલ એજયુકેશન અંગે ચર્ચા કરવામાં આવી. ભવિષ્યમાં નવા સ્કૂલ માટે સર્વે કરીને નવા અભ્યાસક્રમો પણ ઝડપથી શરૂ કરવામાં આવશે.


પર્યાવરણ માટે 75 નમોવડ બનાવવામાં આવી રહ્યા છે. ગીતા શિક્ષણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આગામી સમયમાં ગીતા શિક્ષણ અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવશે. સોમવારે મુલાકાતીઓ માટે મંત્રીઓ સમય ફાળવશે. મંગળવારે ધારાસભ્યો, સાંસદ સભ્યો માટે સમય ફાળવવામાં આવ્યો છે. એમેએસએમઈ માટે ઉદ્યોગકારોને સત્વરે મંજૂરી મળે તે માટે આયોજન કરવામાં આવશે. કૌશલ્ય સ્કીલ યુનિવર્સિટી દ્વારા તાલીમ આપવામાં આવશે. આગામી 100 દિવસોમાં રૂ. 417 કરોડ રકમ પાક ધિરાણ તરીકે ચૂકવવામાં આવશે. 16 જિલ્લામાં ભારે વરસાદથી પાકને નુકશાન થયું છે. 52 તાલુકાના 2623 ગામોનો સમાવેશ કર્યો હતો.  રૂપિયા 113.79 કરોડની સહાય ખેડૂતોને ચૂકવાઈ છે. બાકીની અરજીઓનો તાત્કાલિક નિકાલ લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. લોકોને કહેલી એકે એક વાત આગામી 5 વર્ષમાં પૂર્ણ થઈ જાય તે માટે આયોજન કર્યું છે.