અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસની વરસાદની આગાહી પ્રમાણે ગુજરાતના તમામ જીલ્લા સહિત દેશના મોટાભાગના ગુજરાતમાં મેઘરાજા જબરદસ્ત બેટિંગ કરી છે. સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે નદીઓ બે કાંઠે છલકાઈ રહી છે. રાજ્યમાં ભારે વરસાદને લઇને મુખ્યમંત્રી રૂપાણીએ સમીક્ષા કરી હતી.

હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં બોટાદમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે ખેડાના મહુધા 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણીમાં ડુબી ગયા છે. ખેડામાં 14 ઈંચ વરસાદથી જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.







સવારે 6 વાગ્યાથી  2 વાગ્યા સુધીના વરસાદના આંકડા પર નજર નાખવામાં આવે તો 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 200 તાલુકામાં વરસાદ પડ્યો છે. આ દરમિયાન સૌથી વધુ વરસાદ મોરબી તાલુકાના ટંકારામાં 10.5 ઇંચ વરસ્યો હતો. મોરબી 10 ઇંચ,સુરેંદ્રનગર ધાંગ્રર્ધા  8 ઇંચ,જામનગર કાલાવડ 7.6 ,રાજકોટ - લોઘીકા 7 ઇંચ ,મોરબી માળીયા મીયાણા 6.9 ,પાટણ- રાધનપુર 6.6 ઇંચ, રાજકોટ - પડધરી 6.6 ,રાજકોટ શહેરમાં 5 ઇંચ ,કચ્છ રાપર 4.6, બનાસકાંઠા સુઇગામ 5 ઇંચ ,જામનગર 4.2 ,ભેંસાણ 4.1,દસાડા - 3.9 ,વંથલી 3.1 ,ધ્રોલ 3.5 ,હળવદ .3.4,મેંદરડા 3.4 ,વિસાવદર 3.1 ,રાણાવાવ 3.2 ,થાનગઢ 3.1 ,પોરબંદર શહેરમાં 2.1 ઇંચ વરસાદ વરસ્યો હતો.




સાયલા, લખતર અને કરજણમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો. સમી, ભાવનગર, તારાપુર, બાબરા, હિંમતનગર, સાવલી, સિહોરી, લોધિકા, કલ્યાણપુર, સોજીત્રામાં 5 ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે.