અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે બે દિવસથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર અમદાવાદમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હાલ અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે અમદાવાદના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

અમદાવાદમાં 4 અન્ડરપાસને સુરક્ષા કારણોસર બંધ કરી દેવામાં આવ્યા છે. શાહીબાગ, ઉસ્માનપુરા, અખબારનગર અને પરિમલ ગાર્ડન અન્ડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સરખેજમાં 7 ઈંચ, ચાંદખેડામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં પણ સરેરાશ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.



પ્રહલાદનગર, આનંદનગર, વેજલપુર, પાલડી, ઘોટલોડિયા, ગોતા, સોલા, સરખેજ, થલતેજ, નારાયણપુરા, રાણીપ, હાટકેશ્વર, નરોડા, બાપુનગર, બોપાલસ રખિયાલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ તમામ વિસ્તારોમાં સરેરાશ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.