અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં મેઘમહેર થયા બાદ આજે સાંજે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં ઠંડક છવાઈ ગઈ છે. ઓફિસ છુટવાના સમયે જ વરસાદ પડતાં ઘરે જતાં લોકો અટવાઈ ગયા હતા.




શહેરના 132 ફૂટ રિંગ રોડ, એસજી હાઈવે, બોપલ, ઘુમા, સેટેલાઈટ, પ્રહલાદનગર, એલિસબ્રિજ, બાપુનગર, ઓઢવ, નિકોલ, સરસપુર, જોધપુર, બોડકદેવ, ઘાટલોડિયા, નારણપુરા, અમરાઈવાડી, મેઘાણીનગર સહિત તમામ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.



વરસાદના કારણે ઘાટલોડિયા સહિત નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થઈ હતી.  શહેરમાં પાણી ભરાવાની સાથે જ તંત્રની  પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખૂલ્લી પડી ગઈ હતી.



વડોદરામાં છ ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ, જુઓ તસવીરો