Ahmedabad Rain: ગુજરાતમાં ચોમસાની એન્ટ્રીની સાથે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. જો કે કેટલાક જિલ્લામાં વરસાદ આફતરૂપ બન્યો છે, અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં પહેલા વરસાદે જ પ્રિમોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે. સેલા, ઘૂમા, બોપલ, સીલજ, નારોળ, બાપુનગર, નિકોલ જળમગ્ન બન્યા છે. અમદાવાદમાં અનેક ઠેકાણે જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદના ગોપાલચોકમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. પાણીના ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ગોપાલ ચોકમાં વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ચોમાસાના પહેલા વરસાદમાં જ એએમસીનો પ્રિમોનસૂન પ્લાન ધોવાઇ ગયો છે. પ્રિમોન્સૂન પ્લાન ગઈકાલ રાતથી જ પાણીમાં ધોવાઇ ગયો છે. AMCની વાર્તાઓ આ વર્ષે પણ પોકળ સાબિત થઇ છે. પહેલા ગટરીયા પાણી હવે વરસાદી પાણીથી રોડ રસ્તા જળબંબાકાર થયા છે. ગટર હોય કે વરસાદ પાણી નિકાલની ગોપાલ ચોકમાં કોઈ સુવિધા ન હોવાથી લોકો પરેશાની ભોગવી રહ્યાં છે.
8 જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી છે. રાજ્યના આઠ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે . અમદાવાદ શહેરમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે. આણંદ, ભરૂચમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે. સુરેંદ્રનગર, ભાવનગરમાં બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. લો પ્રેશર સક્રિય થતા સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં છે.
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીથી અને ઉકળાટ બફારાનો અનુભવ કરી રહ્યાં હતા. જો કે રાજ્ય પર 4 સિસ્ટમ એકી સાથે એક્ટિવ થતાં ચોમાસાને ગતિ મળતાં રાજ્યમાં ચોમાસાના આગમન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. તાજેતરના અહેવાલ પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલિતાણાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે માત્ર ચાર કલાકમાં 6 ઇંચ વરસાદ પડી ગયો જેમાં કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાયા હતા અને ઘરવખરીને નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 19 જૂન સુધી સાર્વત્રિક વરસાદ રહેશે.
આજે કયાં પડશે વરસાદ
18 જૂને ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ઉપરાંત મધ્યગુજરાતમાં ખેડા, અમદવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્માં રાજકોટ,મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.