ગુજરાતમાં ક્યારે પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
abpasmita.in | 23 Jun 2019 08:48 AM (IST)
23થી 25 જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કેટલાક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: શનિવારે સાંજે ગુજરાતમાં ઘણી જગ્યાએ ધોધમા વરસાદ ખાબક્યો હતો ત્યારે આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 23થી 25 જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કેટલાક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે અને પશ્ચિમ રાજસ્થાનમાં ટર્ફ આકાર પામ્યું છે. આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. લો પ્રેશર અને ટર્ફની અસર હેઠળ નેઋત્યનું ચોમાસુ બેસી શકે છે. હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટીનમાં બતાવવામાં આવ્યું છે કે, 23 જૂન એટલે કે, રવિવારે બિહાર, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદનું અનુમાન છે. જૂનના શરૂઆતના 3 અઠવાડીયામાં ચોમાસાએ દેશના બે-તૃતિયાંસ ભાગને કવર કરી લીધો છે. પરંતુ, અત્યાર સુધી 20 ટકા વિસ્તારને કવર કર્યો છે. આ કારણથી વરસાદ જૂનમાં ઘણો ઓછો થયો. ત્યાં જ ડીસામાં વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદ થતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી.