અમદાવાદ: શહેરના નેહરુનગર BRTS બસ સ્ટેન્ડ અને બસોને 3 દિવસમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો કોલ મળતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે ફોનના પગલે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. બોમ્બથી ધમકી આપનાર શખ્સના મોબાઈલ નંબરને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટ્રેક કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
થોડી જ વારમાં આ અંગે મહત્વનો ખુલાસો થયો હતો. ફોન કરનારો વ્યક્તિ શાહઆલમનો રહેવાસી અને અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ વ્યક્તિની વીએસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેણે તેની મમ્મીના ફોનમાંથી ફોન કર્યો હતો. આ હકીકત સામે આવ્યા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમ વીએસ હોસ્પિટલ જવા રવાના થઈ હતી.
રથયાત્રા પહેલા જ પોલીસને આવો ફોન મળતાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે સાવચેતીના ભાગરૂપે સઘન ચેકિંગ હાથ ધર્યું છે.
INDvAFG: 15 વર્ષમાં માત્ર બીજી વખત એમએસ ધોની સાથે થયું આમ, જાણો વિગત
અમેઠીઃ સ્મૃતિ ઈરાનીએ કાફલો રોકવી બીમાર મહિલાને હોસ્પિટલ પહોંચાડી, જુઓ વીડિયો
વર્લ્ડકપમાં વિરાટ સેના નહીં પણ રણજી ટીમના કયા 11 ખેલાડીઓ રમી રહ્યા છે ? જાણો ચોંકાવનારી વિગત
અમદાવાદઃ અસ્થિર મગજના યુવકે મમ્મીના ફોનમાંથી કંટ્રોલ રૂમમાં કર્યો ફોન, કહ્યું એવું કે પોલીસ થઈ ગઈ દોડતી, જાણો વિગત
abpasmita.in
Updated at:
22 Jun 2019 09:32 PM (IST)
નેહરુનગર BRTS બસ સ્ટેન્ડ અને બસોને 3 દિવસમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો કોલ મળતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -