અમદાવાદના એસજી હાઈવે પર વરસાદી ઝાપટા શરૂ થયા છે. હાઈકોર્ટ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે એસજી હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
અમદાવાદના નરોડા, બાપુનગર, નિકોલ, કુબેરનગરમાં વરસાદ પડ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. નરોડા, બાપુનગર , નિકોલ અને કુબેરનગરમાં વરસ્યો છુટો છવાયો વરસાદ. રણાસર, સનાથલ, સાયન્સ સીટી, શેલા, બોપલ ઘૂમા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.