આ આગાહી પ્રમાણે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી જોવા મળી રહી છે. હવે ચોમાસું ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેની અસર આગામી 27મી તારીખ સુધી સારી જોવા મળી રહેશે. ચોમાસું દક્ષિણ અને પૂર્વ ભારતથી પશ્ચિમ તરફ આવી રહ્યું છે.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે.
અમદાવાદમાં આજથી એટલે કે, 23મી જુનથી 27 જુન સુધી સારો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે જેની શરૂઆત રવિવાર રાતથી જ જોવા મળી હતી. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના દરિયા કિનારે માછીમારી કરતા માછીમારો માટે દરિયો સુરક્ષિત હોવાનું જણાવ્યું છે. પરંતુ દરિયાની મધ્યમાં ના જવાની સલાહ આપવામાં આવી છે.