Gujarat Rain: ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનો જોર વધવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 10 અને 11 જુલાઈના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 12 થી 16 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ભારે વરસાદ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે જોવા મળશે.
10 જુલાઈના રોજ વરસાદની આગાહી:
ગાજવીજ સાથે મધ્યમ વરસાદ: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની સંભાવના છે.
ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ: કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
11 જુલાઈના રોજ વરસાદની આગાહી:
મધ્યમ વરસાદ: બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી સહિતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાજવીજ સાથે હળવો વરસાદ: કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવો વરસાદ જોવા મળશે. આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધવાની હોવાથી નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા વિનંતી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 12 જૂન બાદ ફરી ભારે વરસાદનું રાઉન્ડ શરૂ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદે વિરામ લીધો છે. જેના કારણે કેટલાક વિસ્તારમાં વરાપ પણ નીકળી રહ્યો છે. જો કે દરિયાકાંઠાના કેટલાક વિસ્તારમાં છૂટછવાયા વરસાદનું અનુમાન છે. ઉલ્લેખિય છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર મધ્યપ્રદેશ બાજુ આગળ વધશે તો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની જમાવટ થશે. 12થી 14 જુલાઇની આસપાસ ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. તમને જણાવી દઈએ કે આ વર્ષ એકંદરે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે.
બુધવારના રોજ રાજ્યના 126 તાલુકામાં વરસાદ
- તાપીના કુકરમુંડામાં 2.40 ઈંચ વરસાદ
- તાપીના નિઝરમાં 2.05 ઈંચ વરસાદ
- સુરતના ઉમરપાડામાં 1.57 ઈંચ વરસાદ
- નર્મદાના સાગબારામાં 1.46 ઈંચ વરસાદ
- જામનગરમાં 1.1 ઈંચ વરસાદ
- સુરેન્દ્રનગરના વઢવાણમાં 1 ઈંચ વરસાદ
- મોરબીના વાંકાનેરમાં 1 ઈંચ વરસાદ
- સુરેન્દ્રનગરના દસાડામાં પોણો ઈંચ વરસાદ
- સુરેન્દ્રનગરના દસાડામાં પોણો ઈંચ વરસાદ
- સુરેન્દ્રનગરના મૂળીમાં પોણો ઈંચ વરસાદ
- મોરબીના ટંકારામાં પોણો ઈંચ વરસાદ